<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

રેસકોર્ષ ખાતે ભવ્‍ય આતશબાજી યોજાઇઃ ભારે ભીડઃ દરવાજાઓ કરાયા બંધ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજીમાં ખુબજ મોટી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહેલ. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. આજ તા.૩૦ બુધવારના રોજ સાંજે ૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાયો. જેનું ઉદઘાટન ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.આ આતશબાજી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  કિરણબેન માંકડિયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પ્‍લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ પાંભર કોર્પોરેટરો ડો. અલ્‍પેશભાઈ મોરજરીયા, વિનુભાઈ સોરઠીયા, રૂચીતાબેન જોષી, બીપીનભાઈ બેરા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો. નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપિ્નલ ખરે, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં નગરજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આતશબાજી કાર્યક્રમમાં મંચસ્‍થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા મંચસ્‍થ મહાનુભાવો અને નગરજનોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ મંચસ્‍થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ ત્‍યારબાદ મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે આતશબાજીનો ડીઝીટલી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આતશબાજીમાં પ્રદર્શિત થયેલી ફટાકડાની અવનવી વેરાયટીની હજારો લોકોએ હર્ષોલ્લાસ અને ચિચિયારી સાથે મજા માણી હતી અને કાર્યક્રમના અંતે સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

(3:48 PM IST)