News of Thursday, 31st October 2024
ગોકુલ હોસ્પિટલના ડાયરેકટર ડો. તેજસ કરમટાને સામાજિક તથા મેડિકલ ક્ષેત્રની અનન્ય સેવાઓ બદલ સોશિયો મેડિકલ એવોર્ડ એનાયત
કોરોનાકાળમાં અનેક સેવાઓ-વ્યસનમુકિત-CPR તાલીમ સહિત અનેક સેવાકાર્ય બદલ પ્રતિષ્ઠીત એવોર્ડ મેળવ્યો

રાજકોટ,તા.૩૧: ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડો. તેજસ કરમટાને GIMACON ૨૦૨૪માં રાજય કક્ષાનો IMAનો સોશિયો મેડિકલ સર્વિસિસ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે AIIMS ન્યુ દિલ્હી અને વેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા, ડો. અભિજીત શેઠ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ, ડો. નીતિન વોરા પ્રેસિડેન્ટ , ડો.ભરત કાકડીયા પ્રેસિડેન્ટ IMA ગુજરાત,ગુજરાત ડો. અનિલ નાયક ઓનરરી સેક્રેટરી IMA હેડ કવાર્ટર તથા પ્રેસિડેન્ટ ઈલેક્ટ IMA હેડ કવાર્ટર ડો. અતુલ પંડ્યા ચેરમેન GIMACON 2024 ડો. કાન્ત જોગાણી પ્રમુખ IMA રાજકોટ અને ડોક્ટર અમીશ મહેતા સેક્રેટરી IMA રાજકોટ ઉપરાંત મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી તથા ભારતમાંથી ડોક્ટરો હાજર રહ્યા હતા
આ પ્રસંગે ગોકુલ હોસ્પિટલ ના ડાયરેક્ટર અને ક્રિટિકલ કેર ડોક્ટર તેજસ કરમટા નું એક વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આટલા વર્ષોમાં સોશિયો મેડિકલ સર્વિસીસ એટલે કે સામાજિક અને મેડિકલ ક્ષેત્રમાં તેમનું અમૂલ્ય યોગદાન બદલ તેમને સોશિયો મેડિકલ એવોર્ડ ૨૦૨૪ -૨૫ આપવામાં આવ્યો હતો
ડો. તેજસ કરમટા ની કારકિર્દી દરમિયાન તેઓએ IMA રાજકોટ અને IMA ગુજરાત લેવલે જુદી જવાબદારીઓ ખૂબ સફળતાપૂર્વક અદા કરેલ ૨૦૧૬ થી ૧૮ દરમિયાન તેઓ જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી તરીકેની બેવડી ભૂમિકા નિભાવેલ છે ૨૦૧૯-૨૦ માં તેમણે રાજકોટના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી છે ૨૦૨૧ થી ૨૩ ના કોરોનાના કપરાકાળ દરમિયાન રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ૧૨૦૦ બેડ ની હોસ્પિટલ તૈયાર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઉપરાંત કોરોનાના કપરા કાળ દરમિયાન ખૂબ જરૂરી હતું વેન્ટિલેટરનો ઉપયોગ. આ માટે તેમણે ત્રણ કલાકનું ઓડિયો વીડિયો પ્રેઝન્ટેશન બનાવેલું અને રાજકોટ અને નજીકના CHC & PHC સેન્ટરોમાં તેમણે રૂબરૂ માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત પેનડ્રાઈવમાં આ પ્રેઝન્ટેશન CHC & PHC આપ્યું હતું જેથી સ્ટાફ તેમની અનુકૂળતાએ આ પેન ડ્રાઈવ માં જોઈ અને વેન્ટિલેટર નો ઉપયોગ કરી શકે.
ડો. તેજસ કરમટા દ્વારા અત્યાર સુધીમાં શાળા કોલેજો, પોલીસ અને હોમગાર્ડના જવાનોને તથા કોર્પોરેટના કર્મચારીઓને સીપીઆર ટ્રેનિંગ તથા ટ્રાફિક અવેરનેસનું પ્રોગ્રામો દ્વારા માહિતી આપવામાં આવેલ ઉપરાંત ખાસ કરીને શાળા કોલેજોમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવેલ જેમાં વ્યસન મુક્તિ કરવા માટે અને વ્યસનથી થતા નુકસાનો અંગે ચેતવણી આપેલ. રાજકોટ ખાતે ઓર્ગન ડોનેશન પ્રોગ્રામોમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને અત્યાર સુધીમાં ૧૧૨ થી વધારે ઓર્ગન ડોનેશન આપવામાં ખૂબ મહત્વનો ફાળો તેમનો રહ્યો છે. ડો. તેજસ કરમટા ઇન્ડિયન સોસાયટી ફોર ક્રિટિકલ કેર માં પણ સતત કાર્યરત છે અને જુદી જુદી જવાબદારીઓ અત્યાર સુધીમાં તેમણે સંભાળેલ છે.
રાયકા ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ છે આ ઉપરાંત જામનગર રબારી સમાજમાં પણ ટ્રસ્ટી તરીકેની સેવાઓ આપી રહ્યા છે આ ટ્રસ્ટ દ્વારા સમાજના નવયુવાન પઞભર થઈ શકે તે માટે જુદા જુદા પ્રોગ્રામો દ્વારા તેમને તૈયાર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ૬૦૦ થી વધારે નવયુવાનોને રોજગારી મેળવવામાં સફળતા મળી છે
આ એવોર્ડ મેળવવા બદલ ગોકુલ હોસ્પિટલ ના ડો. પ્રકાશ મોઢા અને તેમની સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે અને ગોકુલ હોસ્પિટલ માટે ખૂબ ગૌરવની ક્ષણ છે કે તેમના ડાયરેક્ટરને તેમની સોશિયો મેડિકલ સર્વિસિસ બદલ આઈ એમ એ ગુજરાત દ્વારા ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
(3:48 PM IST)










