<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પુજીત રૂપાણી દ્વારા ઝુંપડપટ્ટીના બાળકો સાથે દીપાવલી પર્વની ઉજવણી

રાજકોટઃ દીપાવલિનું પર્વ એટલે પ્રકાશનું પર્વ, આનંદ ઉલ્લાસનું પર્વ, ત્‍યારે શહેરની ઝુંપડપટ્ટીઓ તથા પછાત વિસ્‍તારોમાં વસતા બાળકો તથા સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવળતિઓ ચલાવતી સંસ્‍થા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટનાં દ્વારા છેવાડાના વિસ્‍તારોમાં રૂબરૂ સ્‍થળ ઉપર જઈ બાળકોને ફટાકડા તથા મીઠાઇનું વિતરણ  કરી દીપાવલી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. ફટાકડા મીઠાઇ વિતરણ કાર્યમાં મયુરનગર ખાતે આવેલ ટ્રસ્‍ટના ભવન કિલ્લોલ ખાતે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટનાં ચેરમેન તથા ગુજરાત રાજ્‍યનાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, ટ્રસ્‍ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી, શ્રીરામ ફાયર વર્કસના વિક્રમભાઈ લાલવાણી, પૂર્વ પ્રદેશ મીડિયા કન્‍વીનર-ભાજપના પ્રશાંતભાઈ વાળા સાથે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, રૈયાધાર તથા ઇન્‍દીરાનગર ખાતે ટ્રસ્‍ટી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, કોર્પોરેટર ૧૦ દુર્ગાબા જાડેજા, સેજલબેન ચૌધરી, અંજનાબેન મોરજરીયા, અલ્‍પેશભાઈ મોરજરીયા, નીરવભાઈ ભટ્ટ, લોહાનગર ખાતે કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ તથા કાર્યકર્તા મુકેશભાઈ મહેતા, મહેશભાઈ પરમાર, માંડાડુંગર તથા યુવરાજનગર ખાતે મેયર નયનાબેન પેઢડીયા, કોર્પોરેટરઓ રસિલાબેન સાકરીયા, મંજુબેન કુગશિયા, ઘનશ્‍યામભાઈ કુગશિયા, કંકુબેન ઊઘરેજા, કિન્નરીબેન ચૌહાણ, કલ્‍પનાબેન કિયાડા, મનુબેન રાઠોડ, કાર્યકર્તા હરેશભાઈ ચાંચીયા વગેરેએ કર્મચારીઓ સાથે સ્‍થળ ઉપર જઇ ફટાકડા તથા મીઠાઇનું વિતરણ કર્યું હતું. જે અંતર્ગત ટ્રસ્‍ટ દ્વારા ચલાવાતા વિવિધ કેન્‍દ્રો મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઈન્‍દિરાનગર, યુવરાજનગર, માંડાડુંગર વિસ્‍તારનાં સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન પ્રોજેક્‍ટના લાભાર્થી બાળકો તથા જ્ઞાન પ્રબોધિનિ પ્રોજેકટનાં લાભાર્થી બાળકોને ફટાકડા તથા મીઠાઇનાં પેકેટ મળતા તેમના ચહેરા ઉપર આનંદ ઉભરાઇ આવ્‍યો હતો. ફટાકડા તથા મીઠાઇ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્‍ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટિલ, કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્‍પાબેન કુમારખાણિયા, મંજુલાબેન ભાલાળા, અનિલભાઈ ચાવડા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોશી, પ્રેમભાઈ જોશી, રત્‍નોતર અંજનાબેન, સારેસા અંજનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:57 PM IST)