News of Thursday, 31st October 2024
જળક્રાંતી ટ્રસ્ટ દેશી આંબા દેશી કૃષી બીજ વાવેતરનું અભિયાન

રાજકોટઃ જળક્રાંતી ટ્રસ્ટ દ્વારા લુપ્ત થતા દેશી આંબા-દેશી કૃષી બીજ-દિવ્ય વનઓૈષધી સંપન્ન ભારતનો સંકલ્પ કરાયો છે.વર્ષ ૨૦૨૪માં ૫૦૦૦ દેશી આંબા, ૫૦૦૦ જિવતિકા અને ૧૦૦ પ્રકારના ૨૫ હજાર વૃક્ષોનું વાવતેર કરાયું છે. જળક્રાંતી ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાના પ્રકૃતિ અભ્યાસ અનુસાર વિવિધ પ્રદેશની જમીન-પાણી -વાતાવરણ-વરસાદ આધારે ઉત્ત્પન્ન થયેલ અનાજ-ફળ- શાકભાજી- જંગલી ફળો- વનઓૈષધ-ઘાસ- વેલા માનવો અને તમામ જીવોનો પૂર્ણ પ્રાકૃતિક આહાર છે. જેવું પંચમહાભૂત છે. તેવી જ વનસ્પતિઓ છે હાઇબ્રીડ અને વર્ણસંકર- કૃષિ બીજ -શાકભાજી વધુ ઝડપી ઉત્પાદન આપતા ફળઝાડ પાગલપનમાં સૃષ્ટિના પ્રાણરૂપ દેશી આંબા- દેશી ફળઝાડ- દેશી અનાજ-કઠોળ મસાલા- શાકભાજીના કૃષિ બીજ ભારત અને વિશ્વમાં લુપ્તથઇ રહ્યા છે. ખેતરની વાડ ગોૈચર -જંગલ-વિનાશથી દિવ્ય વનઓૈષધી વેલા લુપ્ત થતા જોયાં જેથી યોજનાનો પ્રારંભ કર્યો દેશના હજારો ગામોના દેશી કૃષિ બીજ- દેશી આંબા- દેશી ફળઝાડાનો અભ્યાસ કરીને ૧૬ વર્ષમાં કર્યો દેશના હજારો ગામોના દેશી કૃષિ બીજ-દેશી આંબા-દિવ્ય વનઓૈષધી સુરક્ષા ઇ.સ. ૨૦૦૮ થી દેશી કૃષિ બીજ-દેશી આંબા- દિવ્ય વનઓૈષધી સુરક્ષા યોજનાનો પ્રારંભ કર્યો દેશના હજારો ગામોના દેશી કૃષિ બીજ-દેશી આંબા દેશી ફળઝાડનો અભ્યાસ કરીને ૧૬ વર્ષમાં ૧૦૦૦ જાતના દેશી કૃષિ બીજ અને દેશી ફળઝાડનું દેશના કિસાનનોને વિતરણ કર્યુ છે. વર્ષ ૨૦૨૪ની વર્ષાઋતુમાં આદિવાસી ગામ ભેખડિયા- જામલી (મધ્યપ્રદેશ ) તિનસમાળ (મહારાષ્ટ્ર) તથા ચોટિલાના ગુંદા- ભોજપરી- વડાળી અને રાજસ્થાનના જેસલમેર -બાડમેરના રણ પ્રદેશના ૧૦ ગામોમાં ૫૦ જાતના ૫૦૦૦ દેશી આંબા ૨૦૦૦ ગામોમાં ૫૦૦૦ જીવંતિકા તથા દેશી જાંબુ લીબું સીતાફળ, જામફળ, બોર, આમલી જેવા ફળઝાડ અને ૧૦૦ સફેદ અર્જુન શિમળો, રોહિડો, ગોરસ આમલી જેવા ૧૦૦ વનઓૈષધનું નવી પ્રાકૃતિક પધ્ધતિએ વાવેતર કરેલ છે.
(4:13 PM IST)










