News of Friday, 1st November 2024
ઘંટેશ્વર ૨૫ વારીયામાં ઇમરાનને સામુ શું જોવે છે? કહી ભાવેશે પત્નિ, બહેન, સાળા સાથે મળી ફટકાર્યો

રાજકોટઃ દિવાળીને દિવસે મારામારીનો વધુ એક બનાવ બન્યો હતો. ઘંટેશ્વર પચ્ચીસ વારીયામાં સામુ જોવા મામલે રિક્ષાચાલક યુવાન પર ચાર પડોશીઓ તૂટી પડયા હતાં. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ઇમરાન મહમદભાઇ સાકરીયાણી (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તેના જ પડોશી ભાવેશ, ભાવેશની પત્નિ, ભાવેશની બહેન અને ભાવેશના સાળા સાગર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ઇમરાનના કહેવા મુજબ હું દિવાળીની બપોરે ઘર બહાર હતો ત્યારે પડોશમાં ભાવેશ દેવીપૂજક રહે છે તેણે મારી પાસે આવી તું શું મારી સામે જોવે છે? કહેતાં મેં તેને હું કંઇ સામે નથી જોતો તેમ જણાવતાં તેણે ગાળો દીધી હતી અને બાદમાં પોતાની પત્નિ, બહેન, સાળા સાથે મળી મારા પર હુમલો કરી ઝપાઝપી કરી લાકડાના ધોકાથી માર મારતાં હાથમાં ઇજા થઇ હતી. પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધ્યો હતો.
(2:48 PM IST)










