<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

કોટેચા ચોકમાં દિવાળીની રાતે નશાખોર ફોર્ચ્‍યુનરના રામધામના હિરેન ભરવાડે ત્રણ ટુવ્‍હીલર, ત્રણ કારને ઉલાળ્‍યાઃ છને ઇજાઃ અનેક લોકોના જીવ જોખમમાં મુકી બેફામ કાર હંકારી : જુઓ વિડિયો

વિરડા વાજડીના સત્‍યમ સોલંકીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે જીજે૧૮બીજી-૯૯૯૯ નંબરની ફોર્ચ્‍યુનરના ચાલક સામે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ દિવાળની રાતે કોટેચા ચોકમાં દારૂ ઢીંચી એક શખ્‍સે બેફામ ઝડપે ફોર્ચ્‍યુનર કાર હંકારી બે બાઇક, એક્‍ટીવા અને ત્રણ કાર સહિત છ વાહનોને ઉલાળી દેતાં છ લોકોને ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. નશો કરીને નીકળેલા શખ્‍સે રાહદારીઓ, બીજા લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્‍માતમાં ઘાયલ થયેલા પૈકીના કણકોટ મેઇન રોડ આશારામ આશ્રમની સામે પામ વીલા પાસે વિરડા વાજડી ગામમાં રહેતાં અને વરમોરા ટાઇલ્‍સ કંપનીમાં નોકરી કરતાં સત્‍યમ દેવેશભાઇ સોલંકી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરીથ ફોર્ચ્‍યુનર કાર જીજે૧૮બીજી-૯૯૯૯ના ચાલક હિરેન ગુણુભાઇ ભરવાડ (રહે. કાલાવડ રોડ રામધામ સોસાયટી) વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૧૦, ૨૮૧, ૧૨૫, એમવી એક્‍ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૫ મુજબ દારૂ પીધેલી હાલતમાં પુરઝડપે બેફામ રીતે કાર હંકારી પોતાની બેદરકારીથી બીજાનું મૃત્‍યુ નીપજી શકે તેવું જાણવા છતાં બેદરકારી પુર્વક કાર હંકારી બે ટુવ્‍હીલર અને ત્રણ કારને ઠોકરે ચડાવી સત્‍યમ તેમજ  અન્‍ય તેના નાના ભાઇ, માસીયાઇ ભાઇ સહિત સાતને ઇજાઓ પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે.

સત્‍યમ સોલંકીએ જણાવ્‍યું હતું કે હું અને મારાો નાનો ભાઇ કેવીન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨) તથા મારા મામાનો દિકરો દીપ કિરણભાઇ કોદવલા (ઉ.વ.૨૨), દીપનો નાનો ભાઇ નીરજ કોદવલા સહિતને ૧૫૦ રીંગ રોડ પર પાપા લુઇસ હોટેલ ખાતે જમવાનું હોઇ અમે ત્‍યાં પહોંચ્‍યા હતાં. આ વખતે મામાનો દિકરો દીપ કોદવલા  (ઉ.વ.૨૨) અને તેનો નાનો ભાઇ નીરજ કોદવલા તેના બાઇક જીજે૦૭એએફ-૮૮૪૨ લઇને હોટેલે આવ્‍યા હતાં. જમીને અમે ચારેય અલગ અલગ બાઇક પર ઘરે જવા નીકળ્‍યા હતાં. રાતે દસેક વાગ્‍ે મારુ બાઇક જીજે૦૩કેએલ-૨૫૧૯ હું ચલાવતો હતો, પાછળ નીરજ બેઠો હતો. જ્‍યારે બીજી બાઇક જીજે૦૭એએફ-૮૮૪૨ કેવીન ચલાવતો હતો, તેની પાછળ દીપ બેઠો હતો.

અમે મોદી સ્‍કૂલ થઇ નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ થઇ સપના કોલ્‍ડ્રીંક્‍સથી આગળ ધારેશ્વર ડેરી પાસે પહોંચ્‍યા હતાં. અમે ધારેશ્વર પાસે અમારુ બાઇક સાઇડમાં રાખી ઉભા હતાં. દીપ અને કેવીન બાઇક પર આતાં હતાં ત્‍યાં જ કાળા રંગની ફોચયુનર કાર સપના સોડા દૂકાનથી આગળ બંબાટ આવી હતી અને મારા ભાઇની બાઇકને ઠોકરે લેતાં તે પડી ગયા હતાં. કાર ચાલકે કાબુ ગુમાવતાં આગળ બીજી એક એક્‍ટીવા અને ફોરવ્‍હીલર ગાડીઓને પણ ટક્કર મારી દીધી હતી અને અનેક લોકોને ઇજા પહોંચાડી હતી. મેં ૧૦૮ને ફોન કરતાં ૧૦૮ આવી ગઇ હતી. હું તથા નીરજ હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતાં. મારા ભાઇ કેવીનને માથા, શરીરેઇજાઓ થઇ હતી. વોર્ડમાં બીજા ઘાયલોને પણ લાવવામાં આવ્‍યા હતાં. જેના નામ લક્ષમણભાઇ ભુરાભાઇ ટાંક (ઉ.વ.૪૦), લીલાબેન હરસુખભાઇ છત્રોલા સહિતના હતાં.

ફોર્ચ્‍યુનર કાર જીજે૧૮બીજે-૯૯૯૯ના ચાલકે અમારા બે બાઇક ઉપરાંત એક્‍ટીવા જીજે૦૩કેબી-૯૩૮૦, સફેદ કાર જીજે૦૩જેએલ-૧૯૦૦, કવીડ કાર જીજે૧૪એક્‍યુ-૪૭૭૫, વેગનઆર કાર જીજે૦૩સીઇ-૭૭૨૩ને પણ ઉલાળી દેતાં તેમાં બેઠેલા લોકોને ઓછીવધતી ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં. ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયાએ ગુનો નોંધી આરોપી હિરેન ગુણુભાઇ ભરવાડની ધરપકડ કરવા તજવીજ કરી હતી. અકસ્‍માત સમયે તે ચિક્કાર દારૂ ઢીંચેલી હાલતમાં હતો.

(3:39 PM IST)