<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

હીરાસર એરપોર્ટ પર થોરાળાના ટેક્‍સી ચાલક ધર્મેશ વાઘેલાને બામણબોરના ટેક્‍સીચાલક માત્રા ભરવાડે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી લાફા માર્યાઃ તારે મુસાફર ભરવાના નથી, ભાગી જા નહિતર મારા હાથે મરી જઇશ કહી ધમકી દીધી

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ પર થોરાળા કસ્‍તુરબાવાસ-૩ રામાપીરના મંદિર પાસે  રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ધર્મેશ સુરેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) નામના યુવાનને હિરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટના પીકઅપ પોઇન્‍ટ પાસે બેસતા વર્ષના દિવસે  બામણબોરના ટેક્‍સી ડ્રાઇવર માત્રાભાઇ ભરવાડે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગરદન પકડી તું અહિથી જતો રહે, તારે પેસેનજર ભરવાના નથી તેમ કહી મા-બહેન સમી ગાળો દઇ ભાગી જા નહિતર મરી જાઇશ મારા હાથે તેમ કહી ઝભ્‍ભો ફાડી નાખી ગાળો દઇ બે ઝાપટ મારી લેતાં એરપોર્ટ પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં પોલીસે ધર્મેશ વાઘેલાની ફરિયાદ પરથી માત્રા ભરવાડ વિરૂધ્‍ધ મારામારી, ધમકી, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. ધર્મેશ ડ્રાઇવીંગ કરતો હોઇ તે બઝવે કંપનીમાં ટેક્‍સી ડ્રાઇવર છે. બેસતા વર્ષના દિવસે મુસાફર મુકવા ગયા બાદ મુંબઇની ફલાઇટ આવતાં મુસાફરો ભરવા મામલે સામેના ટેક્‍સીવાળા માત્રા ભરવાડે ગાળો દઇ મુસાફરો ભરવાની ના પાડી માથાકુટ કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાનો આરોપ મુકાયો છે. એસીપી બી. વી. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.

(12:14 PM IST)