<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરના ધર્મેશ પરીયા પર અગાઉની ફરિયાદનો ખાર રાખી ગોવિંદ સહિત ૬ જણાનો કાચની બોટલો, પથ્‍થરોના ઘા કરી ધમકીઃ બારીના કાચ ફુટયા

રાજકોટઃ શહેરના ચુનારાવાડ-૧ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધર્મેશ ઉર્ફ લાલો ગુલાબભાઇ પરીયા (ઉ.વ.૩૬)ને ૩૧મીની રાતે ઘર પાસે હતો ત્‍યારે ગોવિંદ ઉર્ફ ગોપાલ રમેશભાઇ બાવરીયા, મનિષ નારોલા, કૈલો રમેશભાઇ મોરી અને વિક્કી બચુભાઇએ તેના ઘર પાસેઅ ાવી ગાળો દઇ કાચની બોટલો અને પથ્‍થરોના ઘા કરી ઇજા પહોંચાડી તેમજ ઘરની બારીના કાચ ફોડી નાખી નુકસાન કરી મારી નાખવાની ધમકી આપતાં તેમજ સાહેદ મંજુબેનને હાથ પર ઇજા પહોંચાડતાં થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો છે. અગાઉ ધર્મેશ ઉર્ફ લાલાએ આરોપી ગોવિંદ ઉર્ફ ગોપાલ વિરૂધ્‍ધ કેસ કર્યો હોઇ તેના કોર્ટની મુદ્દતમાં ફરિયાદી ધર્મેશ સાહેદ શિલાબેનની સાથે જતાં હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. એએસઆઇ ભાવેશભાઇ વસવેલીયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:21 PM IST)