<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વાંકાનેર સોસાયટીમાં મંદિરમાં દિવા કરતી વખતે દાઝી ગયેલા નિર્મળાબેન ઝીંઝુવાડીયાનું મોત

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી કોપરસીટી પ્‍લસમાં રહેતાં નિર્મળાબેન મનસુખભાઇ ઝીંઝૂવાડીયા (ઉ.વ.૮૭) તા. ૧ના રોજ ઘરમાં મંદિરમાં દિવા કરી રહ્યા હતાં ત્‍યારે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું બેસતા વર્ષના દિવસે સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જાણ કરતાં હેડકોન્‍સ.મ યુરસિંહ જાડેજાએ કાર્યવાહી કરી હતી.

(12:19 PM IST)