<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

જામનગર રોડ ન્‍યારાના પાટીયા પાસે કારે એક્‍ટીવાને ઉલાળ્‍યું: હાથી મસાલાના સુપરવાઇઝર પ્રહલાદભાઇ લકુમ, પત્‍નિ પારૂલબેનને ઇજાઃ ૮ વર્ષના પુત્ર પ્રિન્‍સનું મોત

ફિલ્‍મ જોઇ, હોટલમાં જમીને ઘરે જતી વખતે બનાવઃ ૧૨ વર્ષની દિકરી બીજા સગાના વાહનમાં હતી

રાજકોટઃ જામનગર રોડ પર ન્‍યારા ગામના પાટીયા નજીક સોમવારે રાતે બારેક વાગ્‍યે કારે ટુવ્‍હીલર એક્‍ટીવાને ઉલાળી દેતાં પતિ-પત્‍નિ અને પુત્રને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં આઠ વર્ષના પુત્રનું મોત થતાં કલ્‍પાંત સર્જાયો હતો.

ન્‍યારા ગામે હાથી મસાલા ફેક્‍ટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અને ત્‍યાંના ક્‍વાર્ટરમાં જ રહેતાં મુળ વઢવાણના પ્રહલાદભાઇ સોંડાભાઇ લકુમ (ઉ.વ.૪૦), તેના પત્‍નિ પારૂલબેન (ઉ.વ.૩૩) તથા પુત્ર પ્રિન્‍સ (ઉ.વ.૮) સોમવારે સાંજે ફિલ્‍મ જોવા ગયા બાદ વળતા હોટલમાં જમીને ઘર તરફ જતાં હતાં ત્‍યારે રાતે બારેક વાગ્‍યે ન્‍યારા ગામના પાટીયા પાસે ત્રણેયને એક્‍ટીવા સહિત કારના ચાલકે ઉલાળી દેતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ૮ વર્ષના પ્રિન્‍સનું મોત નિપજતાં કલ્‍પાંત સર્જાયો હતો. પ્રિન્‍સ એક બહેનથી નાનો હતો. તેની મોટી બાર વર્ષની બહેન બીજા સગાના વાહનમાં બેઠી હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વીનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, કાનભાઇ, તોૈફિકભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

(2:23 PM IST)