તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 5th November 2024
રાજકોટમાં “ભાઈબીજ” નિમિતે બી.આર.ટી.એસ. અને સિટી બસમાં ૩૦,૮૫૮ બહેનો મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી
મહાનગરપાલિકા દ્વારા “ભાઈબીજ”ના પવિત્ર દિવસે બહેનોમહિલાઓ માટે અનોખી ભેટ: મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતાશ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ આપી માહિતી

રાજકોટ: “ભાઈબીજ”ના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે. ભાઈબીજ એટલે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકરૂપ તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે. તા.૦૩ના “ભાઈબીજ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ. બસ સેવા અને સિટી બસ સેવામાં કુલ ૩૦૮૫૮ બહેનો,મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.૦૩ રવિવારના ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો,મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં સિટી બસ સેવામાં કુલ-૨૧૫૫૨ અને બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ-૯૩૦૬ બહેનો,મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી.
(4:59 PM IST)










