News of Tuesday, 5th November 2024
થોરાળા ગોકુલપરામાં જમીન મકાનના ધંધાર્થી દિપક ચાવડાએ પત્ની જશોદાબેન અને બે દિકરી કંગના તથા ઇશા પર છરી પાઈપથી હીંચકારો હુમલો કર્યો: એક દિકરીને ગંભીર ઇજા
પતિ સાથે અણબનાવ હોઈ અલગ રહેતી જશોદાબેન પતિ વિરૂદ્ધ અરજી કરી નવાગામથી ગોકુલપરાના મકાને આવતાં જ પતિ તૂટી પડ્યો: થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના નવા થોરાળા ગોકુલપરામાં સાસરૂ ધરાવતી અને હાલ પતિ સાથે મનમેળ ન હોઈ સંતાનો સાથે નવગામમાં રહેતી
જશોદાબેન દીપકભાઈ ચાવડા (ઉં.વ.૪૨) નામની મહિલા અને અને તેની બે દિકરીઓ થોરાળા ગોકુલપરા ૫માં આવેલા નવા મકાને હતી ત્યારે પતિ દિપક આનંદભાઈ ચાવડાએ આવી તમે પાછા કેમ અહીં આવ્યા કહી ત્રણેય પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં એક દીકરીને ગંભીર ઇજા પહોંચી છે. થોરાળા પોલીસે દિપક સામે ગુનો નોંધ્યો છે.
હાલ નવાગામ ૫૬ ક્વાર્ટર. આરએમસી ક્વાર્ટર, બ્લોક નંબર-૦૧ ક્વાર્ટર નંબર-૦૫માં રહેતી જશોદાબેને પતિ વિરૂધ્ધની ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ નવાગામ મારા સંતાનો સાથે છેલ્લા એકાદ મહિનાથી રહું છું. મારા લગ્ન ૨૦૦૧માં દીપક ચાવડા સાથે થયેલ છે, મારે સંતાનમાં બે દીકરી તથા એક દીકરો છે જેમાં સૌથી મોટી દીકરી કંગના ચાવડા ઉં.વ.૧૮ છે જે કોલેજમાં અભ્યાસ કરે છે. તેનાથી નાની દીકરી ઈશા ચાવડા ઉં.વ.૧૫ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે, અને નાનો દીકરો શિવ ઉ.વ.૭ ધોરણ-૦૨માં અભ્યાસ કરે છે. મારા પતિ દીપક ચાવડા જમીન-મકાનનું લે વેચ કરે છે. રાત્રીના એકાદ વાગ્યે અમો નવાગામ આરએમસીના ક્વાર્ટરે ઘરે હતા ત્યારે મારા પતિ દિપકભાઈ આનંદભાઈ ચાવડા રહે, નવા થોરાળા ગોકુળ પરા શેરી નંબર-૦૫ જેની સાથે અમારે છેલ્લા દોઢેક વર્ષથી મનભેદ થતા હોય અને અવારનવાર બોલાચાલી ઝઘડો થતા હોઇ તેથી અમો મારા સંતાનો સાથે છેલ્લા એકાદ મહિનાથી મારા પતિથી અલગ રહીએ છીએ, જેનો ખાર રાખી મારા પતિ દિપક ચાવડાએ ત્યાં અમારા ઘરે આવી અમારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ઘરમાં તોડફોડ કરી દરવાજો તોડી નાખેલ હોઇ તે બાબતે મે બી-ડિવિઝન પો .સ્ટેશન ખાતે મારા પતિ વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને અમારૂ મકાન નવા થોરાળા ગોકુળ પરા શેરી નં.૦૫માં આવેલ ત્યાં રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ પહોંચતા અને મકાનનો દરવાજો ખોલતા હતા તે દરમિયાન મારા પતિ દીપક ચાવડા એકટીવા લઈને આવેલ હતો. જેમાં આગળ લોખંડનો પાઈપ અને એક લાકડાનો ધોકો હતો, તેણે એકદમ ઉશ્કેરાય જઈ અહીયા તમે લોકો પાછા કેમ આવ્યા છો? તેમ કહી પોતાના નેફામાંથી છરી કાઢી મારી નાની દીકરી ઈશા ચાવડાને કપાળની ઉપર માથાના ભાગે છરીનો એક ઘા મારી ઇજા કરતા હું વચ્ચે પડતા મને માથાના ભાગે ધોકાનો ઘા મારતા હું નીચે પડી જતા મને ધોકાથી વધુ માર મારવા લાગે જેથી મને વાસાના ભાગે તથા મારા ડાબા હાથે તથા જમણા પગના સાથળના ભાગે માર મારી મુંઢ ઇજાઓ થઈ હતી. તેમજ જમણા હાથની કલાઈ પર છરી મારી ઈજા કરેલ છે. તેમજ મારી મોટી દીકરી કંગના ચાવડા ત્યાં હાજર હોય જેને જમણા પગના ભાગે લોખંડનો ચોરસ પાઈપ મારતા મારી દીકરી ભાગવા જતા નીચે પડી જતા તેને છરી વડે કપાળની ઉપર માથાના ભાગે તથા છાતીના નીચેના ભાગે એક-એક ઘા મારેલ તથા ડાબા પડખાના ભાગે છરીના બે ઘા માટેલ તથા ડાબા પગના સાથળના ભાગે બે ઘા છરીના મારે લ તેમજ ડાબા પગના ઘૂંટણની નીચે પીંડી ઉપર એક ઘા છરીનો મારેલ તથા ડાબા હાથે છરી વડે ઇજા પહોંચાડેલ હતી.
તેમજ મારી મોટી દીકરી કંગનાને શરીરે ઢીકા-પાટાનો મુંઢ માર મારી મારા પતિ દીપક ચાવડા પોતાની પાસે રહેલ એકટીવા લઈને ભાગવા લાગેલ તે દરમિયાન મારી મોટી દીકરી કંગનાના જમણા હાથ ઉપર ચડાવી મુંઢ ઈજા પહોંચાડી ભાગી ગયેલ. દેકારો થતાં આજુબાજુના લતાના માણસો ભેગા થઈ જતા કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરતા અમો ત્રણેય મા દિકરીઓને હોસ્પિટલ ખાતે લ8 જવાતાં મારી મોટી દીકરી કંગના ચાવડાને ડોક્ટર સાહેબે ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું. પીઆઇ એન.જે.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એન.એસ.ડામોરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(7:34 PM IST)










