<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

વિજ્ઞાનમાં નવીનતાની સીમાઓને આગળ ધપાવતા રાજકોટના વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિત

અમેરિકામાં નાસા ખાતે ઓપ્‍ટિકલ અને સેમિકન્‍ડક્‍ટર સંશોધનના : ડો. કીર્તન પી. દીક્ષિત મૂળ રાજકોટના છે. શહેરની કોટક સ્‍કૂલમાં અભ્‍યાસ કર્યા બાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટથી બીએસસી, એમએસસી અને એમ.ફિલ કર્યુ : ત્‍યારબાદ યુએસએની ઓહિયો સ્‍ટેટ યુનિવર્સિટી (૨૦૧૮)માંથી ભૌતિકશાષામાં એમ.એ. થયા. અમેરિકા યુનિ. ઓફ અલબામાં ઇલેક્‍ટ્રીકલ એન્‍જીનિયરીંગ કર્યા બાદ પીએચડી થયા :તેઓ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્‍થા નેશનલ એરોનોટીક્‍સ એન્‍ડ સ્‍પેસ એડમીનિસ્‍ટ્રેશન (નાસા)માં માર્શલ સ્‍પેસ ફલાઇટ સેન્‍ટર (MSFC) ખાતે NASA પોસ્‍ટડોક્‍ટરલ રિસર્ચ ફેલો છે * હાલ LYNX આવા જ મિશન હેઠળ લીંક્‍સ ટેલીસ્‍કોપનું મિશન ચાલી રહ્યું છે જે અંતર્ગત ૨૦૩૦ થી ૩૫ સુધીમાં આ લિંક્‍સ વેધશાળા ચંદ્ર વેધશાળાને રિપ્‍લેસ કરશેઃ જેમાં ડો. દીક્ષિત ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન એક્‍સ-રે મિરર્સના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે. : ડો. દીક્ષિતના યોગદાનને કારણે તેમને પ્રતિષ્‍ઠિત NASAપોસ્‍ટડોક્‍ટરલ ફેલોશિપ (૨૦૨૪) અને SPIE ઑપ્‍ટિક્‍સ એન્‍ડ ફોટોનિક્‍સ એજ્‍યુકેશન સ્‍કોલરશિપ (૨૦૨૩) સહિત અનેક પુરસ્‍કારો મળ્‍યા છે

રાજકોટ, તા.૬: ચંદ્રયાન-૩ની સફળતા સાથે ભારતે અવકાશ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું. ભારતનું વિક્રમ લૅન્‍ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્‍યું જ્‍યાં હજુ સુધી બીજો કોઈ દેશ પહોંચી શકયો નથી. આઆ સફળતાએ દેશના લાખો વિદ્યાર્થીઓની જિજ્ઞાસામાં વધારો કર્યો એટલું જ નહીં વૈજ્ઞાનિક બનવાની ઇચ્‍છાને પણ જન્‍મ આપ્‍યો. રાજકોટનાજ આવા એક વિદ્યાર્થીને વર્ષો પહેલા વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ જાગ્‍યો હતો અને આજે તેઓ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્‍થા નેશનલ એરોનોટીક્‍સ એન્‍ડ સ્‍પેસ એડમીનિસ્‍ટ્રેશન (નાસા) માં માર્શલ સ્‍પેસ ફ્‌લાઇટ સેન્‍ટર (MSFC) ખાતે ફખ્‍લ્‍ખ્‍ પોસ્‍ટડોક્‍ટરલ રિસર્ચ ફેલો છે. જ્‍યાં તેઓ એક્‍સ-રે ટેલિસ્‍કોપ મિશન માટે અદ્યતન ઓપ્‍ટિકલ સિસ્‍ટમ્‍સ સંશોધનમાં રોકાયેલા છે તેમનું નામ છે ડો. કીર્તન પી. દિક્ષીત. તેમનું કાર્ય ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન એક્‍સ-રે મિરર્સના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, જે ભવિષ્‍યના એસ્‍ટ્રોફિઝિકલ અવલોકનો માટે જરૂરી છે. ફખ્‍લ્‍ખ્‍ ના ઇજનેરો અને વૈજ્ઞાનિકો સાથેના તેમના સહયોગી પ્રયાસોનો હેતુ આ સિસ્‍ટમોને અવકાશમાં જમાવટ માટે ઑપ્‍ટિમાઇઝ અને તૈયાર કરવાનો છે. અમેરિકાથી રાજકોટ ખાતે થોડા સમય માટે આવેલા વૈજ્ઞાનિક ડો. દીક્ષિત અકિલાના મહેમાન બન્‍યા હતા અને અંતરિક્ષ વિશે તથા તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે વિશે માહિતી આપી હતી.

ડૉ. કીર્તન પી. દીક્ષિત મૂળ રાજકોટના છે. શહેરની કોટક સ્‍કૂલમાં અભ્‍યાસ કર્યા બાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટથી બીએસસી, એમએસસી અને એમ.ફિલ કર્યું. ત્‍યારબાદ યુએસએની ઓહિયો સ્‍ટેટ યુનિવર્સિટી (૨૦૧૮)માંથી ભૌતિકશાષામાં એમ.એ. થયા. અમેરિકા યુનિ. ઓફ અલબામાં ઇલેક્‍ટ્રીકલ એન્‍જીનિયરીંગ કર્યા બાદ પીએચડી થયા. તેમનું કાર્ય ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન એક્‍સ-રે મિરર્સના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનું છે. જે ભવિષ્‍યના એસ્‍ટ્રોફિઝિકલ અવલોકનો માટે જરૂરી છે. નાસાના ઇજનેરો અને વૈજ્ઞાનિકો સાથેના તેમના સહયોગી પ્રયાસોનો હેતુ આ સિસ્‍ટમોને અવકાશમાં જમાવટ માટે ઑપ્‍ટિમાઇઝ અને તૈયાર કરવાનો છે. આ અંગે ડો. દીક્ષિતે જણાવ્‍યું હતું કે, બે વર્ષ પહેલા નાસાએ જેમ્‍સ વેબસ સ્‍પેસ ટેલિસ્‍કોપ લોન્‍ચ કર્યું હતું એવી જ રીતે ઘણા વર્ષો પહેલા એટલે કે ૧૯૯૯ આસપાસ ચંદ્રા એક્‍સ રે ઓબ્‍ઝર્વેટરી નામનું ટેલિસ્‍કોપ હતું. આ બધા ટેલિસ્‍કોપ આપણા સૂર્યમંડળમાં અરબો કિલોમીટર દૂર રહેલી ગેલેક્‍સીઓ જોવે અને તેનો ડેટા કલેક્‍ટ કરે તે કઈ રીતે બને છે શું ફેરફાર થાય છે તે બધું જોવે. આને નાસા ફ્‌લેગશિપ મિશન કહેવાય છે. હાલ ન્‍ળ્‍ફહ્‍ આવા જ મિશન હેઠળ લીંક્‍સ વેધશાળાનું મિશન ચાલી રહ્યું છે જે અંતર્ગત ૨૦૩૦ થી ૩૫ સુધીમાં આ લિંક્‍સ વેધશાળા ચંદ્ર વેદ શાળાને રિપ્‍લેસ કરશે. જ્‍યારે પણ ફ્‌લેગશીપ મિશન મોકલવામાં આવે ત્‍યારે તેનો કાર્યકાળ પાંચ વર્ષનો ધારવામાં આવે છે. જ્‍યારે ચંદ્રા છે એ પાંચની જગ્‍યાએ ૨૫ વર્ષ ટકયું અને ૨૦૨૪ માં આ મિશનને પાછું ઉતારી લેવામાં આવશે. આ વાત થઈ એ એક્‍સ રેની વાત થઈ. એના માટેના જે સબ મિશન હોય જેમાં એકનું નામ છે 'સુપર હીરો'. જેમાં હીરો પાર્ટ છે હાઈ રિઝોલ્‍યુશન ઓપ્‍ટિક્‍સ. અંતરીક્ષમાંથી જે વિકિરણો આવી રહ્યા છે તેનો એક જગ્‍યાએ ફોકસ કરું તેના માટેના અરીસા એટલે કે મિરર ખૂબ જ ચોખવટ પૂર્વક અને એવી ટેકનોલોજીથી બનાવવા પડે જે અત્‍યાર સુધી બન્‍યા જ ન હોય. જેમાંથી એક્‍સરે આરપાર ન નીકળે અને યુનિવર્સના દરેક ભાગના ફોટોગ્રાફ્‌સ લઈ શકાય. આના માટે અલગ અલગ વૈજ્ઞાનિકો મળી સર્વે રેડી કરે છે નાસાને પ્રપોઝલ લખે છે અને એ પ્રપોઝલ મંજુર થયા બાદ નાસા પ્રોફેસરને એ સંશોધન માટે ગ્રાન્‍ટ આપે છે.

 ડો દીક્ષિત કહે છે કે, બધી જ ટેકનોલોજીઓ પહેલા સ્‍પેસ માટે વિકસાવવામાં આવે છે. પછી એ  ટેકનોલોજી નોર્મલ કન્‍ઝ્‍યુમર માર્કેટમાં આવવાની શરૂઆત થાય. જ્‍યારે હબસ સ્‍પેસ ટેલિસ્‍કોપ ૧૯૮૦ માં બનાવવામાં આવેલું પછી આપણી પાસે બધા ગ્રહોનું એક સ્‍પષ્ટ ચિત્ર આવ્‍યું. પાયાનું રિસર્ચ ખૂબ જ ખર્ચાળ હોય. એ બજેટ યુ.એસ કે યુરોપ જેવા દેશો પાસે હોય. આપણી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે ત્‍યાં પણ પાયાનું રિસર્ચ હવે થવાનું શરૂ થયું છે અને આપણે પણ એ દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. પણ હાલ અમે જે ઓપ્‍ટિક્‍સ (પ્રકાશ વિજ્ઞાન) નો વિકાસ કરીએ છીએ તે એક્‍સ રે ના ડેવલપ કરીએ છીએ. જેની ટેકનોલોજી ગ્રાહક માર્કેટમાં જોવા ન મળે. આજથી ૧૫ વર્ષ પછી એ ટેકનોલોજી કન્‍ઝ્‍યુમર માર્કેટમાં આવી શકે. ત્‍યારે લોકોએ એક્‍સરે ઓપ્‍ટિકનો યુઝ કરવો પડશે. જેનો પાયો કયાંથી બેસશે તો નાસા જે અત્‍યારે અંતરિક્ષ માટે સંશોધન કરી રહ્યું છે તે રીતે.

એક્‍સરે ઓપ્‍ટિકસ  ટેકનોલોજી શોધી કોણે? વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિતજીએ જણાવ્‍યું કે, એક્‍સરે ઓપટીક્‍સ ની ટેકનોલોજી ઘણા વર્ષો પહેલા વામ્‍સ વોલ્‍ટર આમના જર્મન વૈજ્ઞાનિકે શોધી છે. એક્‍સરે ને રોંજન રેસ પણ કહેવાય. આ એક્‍સરે ખરેખર અવકાશ માટેના છે અને તેનાથી આપણને અંતરિક્ષની કયા પ્રકારની જાણકારી મળશે તે ૧૯૪૫-૫૦ ના સમયે હાલ આવવાનો શરૂ થયો. ત્‍યારે અમેરિકા અને રશિયા વચ્‍ચે સ્‍પેસ રેસ થઈ ત્‍યારે તેમાં જર્મન  વૈજ્ઞાનિકોનો બહુ મોટો ફાળો હતો. જે માર્શલ સ્‍પેસ ફ્‌લાઈટ સેન્‍ટરથી સેટલ ફાઈ મોકલવામાં આવ્‍યું હતું જેમાં અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા હતા હાલ હું ત્‍યાં કામ કરું છું. એનો પાયો નાખવા વાળા પણ જર્મન સાયન્‍ટીસ્‍ટ વોર્નર વન બ્રાઉન હતા. એ વખતે વૈજ્ઞાનિકોને ખબર પડી હતી કે સૂર્ય પરથી જે રેડીએશન આવે છે તેમાં એક્‍સ રે છે. પણ વાતાવરણના આવરણને કારણે તે આપણા માણસો સુધી પહોંચી ન શકતા હોય. આથી એક્‍સરે નો અભ્‍યાસ કરવા માટે ટેલિસ્‍કોપ પળથ્‍વી પર ન મૂકી શકાય. આથી જ આવા ટેલિસ્‍કોપ ને પળથ્‍વીના આવરણની બહાર મૂકવા પડે પળથ્‍વીની આજુબાજુ ફરતા રહે છે. હાલ હું જે કાર્ય કરું છું તેમાં લિંક્‍સ એ ટેલિસ્‍કોપ જ છે અને આજથી દસ વર્ષ પછી તેને અંતરિક્ષમાં તરતો મૂકવામાં આવશે.

 આ લીંક્‍સ ટેલિસ્‍કોપથી શું જાણવા મળશે? ડો દીક્ષિતજીનું કહેવું હતું કે, સૂર્ય પરથી જે વિકિર્ણ આવી રહ્યા છે એ પ્રોસેસ કેટલા સમય પહેલા શરૂ થઈ? હજી કેટલો સમય ટકવાની છે? બધી જ માહિતી તમે કયા પ્રકારના રેડીએશન શોધો છો તેના પરથી મળે. જ્‍યાં સુધી ચંદ્રા ટેલિસ્‍કોપ તરતો મુકવામાં નહતો આવ્‍યો ત્‍યાં સુધી આપણી પાસે એવું જ ટેલિસ્‍કોપ હતું જે વિઝીબલ લાઇટ અને ઇન્‍ફ્રારેડ લાઈટને જોઈ શકે. હવેનું ટેલિસ્‍કોપ કયા પ્રકારના એક્‍સ-રે કયા ગ્રહ કે અંતરિક્ષમાં કઈ જગ્‍યાએથી આવે છે કે આવ્‍યા છે તે આપણે શોધી શકીશું.

ડો કીર્તન દીક્ષિતજી કહે છે, હું પ્રાઇમરીમાં અભ્‍યાસ કરતો ત્‍યારથી એન્‍જિનિયર બનવાનો વિચાર હતો. એમાંય મારે મિકેનિકલ એન્‍જિનિયર બનવું હતું. પણ જ્‍યારે ધોરણ ૧૧- ૧૨ માં આવ્‍યો ત્‍યારે ખબર પડી કે સૌથી અઘરું અને જો કોઈ વસ્‍તુ અગત્‍યની હોય તો તે ગણિત અને ફિઝિક્‍સ છે. એ પછી ખ્‍યાલ આવ્‍યો કે ગણિત એ ભાષા છે. ફિઝિક્‍સના ૧૬ માંથી ૨૦ ટકા ફિલોસોફી છે જ્‍યારે એ ૨૦ ટકા ફીલોસોફી સમજવી એટલી અઘરી છે કે બાકીના ૮૦ ટકા માં તમારે ગણિતનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે ફિઝિક્‍સમાં મારો રસ વધારે હતો. જોકે ગુજરાતમાં ફિઝિક્‍સને ગણવામાં નથી આવતું. ફિઝિક્‍સ અને ગણિત આ બે વિષય વાળા માણસોનું બહારના દેશોમાં ખૂબ જ મહત્‍વ છે. આ બંનેની સાથે એન્‍જિનિયરિંગ પણ કરવું જ પડે.

ડો કીર્તન દીક્ષિત નાનપણથી જ રાજકોટમાં રહ્યા અને ભણ્‍યા. તેમણે પોતાની પ્રગતિનો સ્‍લોપ થોડો ઊંચો રાખ્‍યો હતો. તેમની આ બધી મહેનતમાં નાનપણથી જેમનો સપોર્ટ મળ્‍યો તે ફાળો અગત્‍યનો છે. જેમાં વિરાણી સાહેબ, મિહિર સાહેબ, હિરેનભાઈ જોશી, મુકેશભાઈ શાહ, પિયુષભાઈ સોલંકી આ તમામ લોકોએ દીક્ષિતજીને ખૂબ સપોર્ટ કર્યો હતો. આમ તો વિજ્ઞાન સાથેની સફર તેઓ સ્‍કૂલમાં હતા ત્‍યારથી જ શરૂ થઈ ગયેલી. તેઓ પાંચમા ધોરણમાં હતા ત્‍યારે સ્‍કૂલને રાજ્‍ય લેવલના વિજ્ઞાન મેળામાં રજૂ કરી હતી. તેમણે પોતાનું પીએચડી ડેઝર્ટેશન લખ્‍યું ત્‍યારે તે તેમના શિક્ષકોને સમર્પિત કર્યું હતું. ડો. કીર્તન દીક્ષિત કહે છે કે, હજી વર્ષો સુધી મારો અનુભવ ડેવલપ કરીશ અને ભારતના વિદ્યાર્થીઓને આ દિશામાં પ્રેરવા તેમજ તેમને પણ પ્‍લેટફોર્મ મળી રહે તેવા પ્રયત્‍નો કરવાનું ભવિષ્‍યમાં આયોજન છે.

ડૉ. દીક્ષિત નેનોફોટોનિક્‍સ, સેમિકન્‍ડક્‍ટર ઉપકરણો અને ઓપ્‍ટિકલ સિસ્‍ટમ્‍સમાં બહોળો અનુભવ ધરાવે છે. તેમણે એવા પ્રોજેક્‍ટ્‍સ પર કામ કર્યું છે જે ટેલિકોમ્‍યુનિકેશન્‍સ, ઓગમેન્‍ટેડ રિયાલિટી/વર્ચ્‍યુઅલ રિયાલિટી અને સ્‍પેસ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશનમાં આ ટેક્રોલોજી લાગુ કરે છે. તેમણે UAH ખાતે એસોસિયેટ રિસર્ચ એડવાઈઝર અને ગ્રેજ્‍યુએટ ટીચિંગ આસિસ્‍ટન્‍ટ તરીકેની ભૂમિકાઓ નિભાવી છે અને સેમિકન્‍ડક્‍ટર ડિવાઈસ ડેવલપમેન્‍ટ, ઓપ્‍ટિકલ સેન્‍સર ઓપ્‍ટિમાઈઝેશન અને એડવાન્‍સ મટિરિયલ એનાલિસિસમાં પણ સામેલ છે. તેમના સંશોધન ઉપરાંત ડૉ. દીક્ષિતે શૈક્ષણિક અને વિજ્ઞાન આઉટરીચ પ્રવળત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. તેમણે UAH OPTICA અને SPIE વિદ્યાર્થી પ્રકરણોના પ્રમુખ અને ઉપ-પ્રમુખ જેવી નેતળત્‍વ ભૂમિકાઓમાં સેવા આપી છે અને તેમણે નેશનલ ફોટોનિક્‍સ પહેલના કોંગ્રેસનલ વિઝિટ ડે દ્વારા સંશોધન ભંડોળ માટે હિમાયતમાં ભાગ લીધો છે. તે ઓપ્‍ટીકા પબ્‍લિશિંગ ગ્રુપ અને નેચર પોર્ટફોલિયો હેઠળના ઓપ્‍ટિક્‍સ અને ફોટોનિક્‍સમાં અનેક અગ્રણી જર્નલો માટે પીઆર સમીક્ષક છે. ડૉ. દીક્ષિતના યોગદાનને કારણે તેમને પ્રતિષ્ઠિત NASA પોસ્‍ટડોક્‍ટરલ ફેલોશિપ (૨૦૨૪) અને SPIE ઑપ્‍ટિક્‍સ એન્‍ડ ફોટોનિક્‍સ એજ્‍યુકેશન સ્‍કોલરશિપ (૨૦૨૩) સહિત અનેક પુરસ્‍કારો મળ્‍યા છે. કોલેજ ઓફ સાયન્‍સનો બેસ્‍ટ ટીચિંગ આસિસ્‍ટન્‍ટ એવોર્ડ (૨૦૨૩) પ્રાપ્ત કરીને શ્‍ખ્‍ણ્‍ ખાતે તેમના શિક્ષણ અને માર્ગદર્શન માટે પણ તેમને માન્‍યતા આપવામાં આવી છે. મલ્‍ટિડિસિપ્‍લિનરી સહયોગ માટેના જુસ્‍સા સાથે, ડૉ. દીક્ષિત ઓપ્‍ટિકલ અને સેમિકન્‍ડક્‍ટર સંશોધનમાં વૈજ્ઞાનિક નવીનતાની સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. અકિલા ખાતે મુલાકાત વખતે ડો. કીર્તન દીક્ષિત (https://www.linkedin. com/in/kirtan-dixit/) સાથે રાજકોટ સાયન્‍સ સેન્‍ટરના ફાઉન્‍ડર ટ્રસ્‍ટી શ્રી કિશોરભાઇ હેમાણી અને નિલેશભાઇ રાણા (૯૪૨૬૪ ૭૩૩૯૪) ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટના લોક વિજ્ઞાન કેન્‍દ્રથી મારી વિજ્ઞાન પ્રત્‍યે જિજ્ઞાસા જાગી...

હાલ અમેરિકામાં નાસા ખાતે વૈજ્ઞાનિક તરીકે કાર્યરત મૂળ રાજકોટના ડોક્‍ટર કીર્તનભાઈ દીક્ષિતએ જણાવ્‍યું હતું કે, હું જ્‍યારે સાતમા ધોરણમાં હતો ત્‍યારે હું અને મારો મિત્ર ઉનાળુ વેકેશનમાં નવી નવી જગ્‍યાઓ ફરતા હતા. ત્‍યારે અમારા ધ્‍યાનમાં રાજકોટનું લોક વિજ્ઞાન કેન્‍દ્ર આવ્‍યું. એ વખતે અમે બંને ત્‍યાં મ્‍યુઝિયમમાં ગયા અમને ખૂબ જ જીજ્ઞાશા જાગી. એ વખતે રૂપેશ પંડ્‍યા કરીને સાહેબ મને મળ્‍યા. તેમની સાથે મેં સ્‍પેસ અને અંતરીક્ષ તથા ગ્રહોની ચર્ચા કરી હતી અને તેમણે મને માહિતી આપી હતી. એ વખતે રાત્રે પ્‍લેનેટોરિયમ માં ગુરુ અને મંગળ ગ્રહ દર્શાવવાના હતા જેની ટિકિટ પાંચ રૂપિયા હતી. અમારી પાસે પૈસા ન હતા એટલે અમે તેમને બીજે દિવસે આવશું તેમ કહ્યું. તેમણે કહ્યું પૈસા ભાગી નથી જતા તમે અંદર જઈને શો જુઓ. અમે પ્‍લેનેટોરિયમ માં તારાઓનો શો જોયો. આ નાની વસ્‍તુ વિદ્યાર્થીઓને બહુ યાદ રહે અને આગળ જતાં ખૂબ મદદ પણ કરે. રાજકોટના લોકવિજ્ઞાન કેન્‍દ્રની જિજ્ઞાસાએ મને વૈજ્ઞાનિક બનાવ્‍યો. રાજકોટનું જે નવું લોક વિજ્ઞાન કેન્‍દ્ર બન્‍યું છે અહીં જે ટેલિસ્‍કોપ છે એજ ટેલિસ્‍કો અમેરિકાની યુનિવર્સિટીમાં પણ ઉપલબ્‍ધ છે. ઉલ્લેખનીય છે કે અજવાળાની આઠમે દર વખતે લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે લોકો માટે ગ્રહોનું નિરીક્ષણ ગોઠવવામાં આવે છે અને ૧૫૦૦ થી વધુ લોકો તેનો લાભ પણ ઉઠાવે છે. દર મહિને એક થી બે લેક્‍ચર વૈજ્ઞાનિક ડોક્‍ટર રાવલ સાહેબના પણ અહીં ગોઠવાય છે. એટલે જ નહીં દર વર્ષે ગીર ખાતે અંતરીક્ષ નિરીક્ષણ માટેની શિબિર પણ ગોઠવાઈ છે જેમાં વિદેશી લોકો પણ આવે છે જેનો બહોળી સંખ્‍યામાં લોકોએ લાભ લેવો જોઈએ.(૯.ર૬)

 

બીજા લોકોને જોઈને પોતાનો ગોલ નક્કી ન કરો..

વૈજ્ઞાનિક ડો કીર્તન દીક્ષિત રહે છે કે, આપણા ઉપરની જે જનરેશન હતી તે પોતાના અલગ સ્‍ટ્રગલથી આગળ વધી રહી હતી. તે લોકો આર્થિક રીતે સ્‍થિર થવા માટે મહેનત કરી રહ્યા હતા. ગુજરાતીઓની રહેણી કરણી અને ખોરાક બાકીના પ્રદેશોથી ખૂબ જ અલગ પડે છે. આ જ પ્રદેશમાં રહી અને તમે કમાઈ શકો તેવી ઇન્‍ડસ્‍ટ્રી આજુબાજુ ડેવલપ થઈ રહી છે. જેમાં વ્‍યવસાય બાજુ પણ જઈ શકો અથવા ડોક્‍ટર કે એન્‍જિનિયર બની શકો. તો તમે આ પ્રદેશમાં રહી તમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકશો. હવેની પેઢીને આર્થિક સ્‍થિર થવા માટેનો પ્રશ્‍ન નથી. અહીંનું શિક્ષણ સિંગલ લાઈન છે. અને અહીંના શિક્ષકોની માનસિકતા વિદ્યાર્થીઓ માટે એ છે કે આપણે સ્‍થિર થવા માટે આટલું જ કરવું પડશે આનાથી બહારનું તમે ના કરો. જેમાં પાયાથી બદલાવ લાવવો હોય તો શિક્ષકોએ પોતાની વિચારસરણી બદલવી પડશે. દુનિયાભરના ઉદાહરણો જોઈને વિદ્યાર્થીઓનેએ દિશા તરફ જતા પ્રેરવા પડશે. બીજા લોકોને જોઈને પોતાનો ગોલ નક્કી ન કરો. વિદ્યાર્થીઓએ પોતાની રીતે પોતાનો ગોલ નક્કી કરવો જોઈએ. ભારતને એવા ટેલેન્‍ટ ની જરૂર છે કે તેને આ દિશામાં આગળ લઈ જઈ શકે. હું જે ભણું છું તેનો ઉપયોગ શું છે? તે વળતિ વિદ્યાર્થીઓએ કાઢવી પડશે. અને અત્‍યાર સુધી જે શીખેલા હોય તેમાં જાતે ડેવલપમેન્‍ટ કરવું પડશે.(૯.ર૬) 

 

વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિતનો પાયો રાજકોટમાં રચાયો...

ડો. દીક્ષિતજી નું બેકગ્રાઉન્‍ડ એકેડેમીક છે. તેમનો આખો પાયો રાજકોટમાં રચાયો છે. તેઓને ભણાવવું પસંદ છે. તેઓ કહે છે હું જ્‍યારે પીએચડી કરવા અમેરિકા ગયો તે પહેલા ૨૦૧૧ થી ૧૭  સુધી રાજકોટની બે ખાનગી શાળાઓમાં હું ફિઝિક્‍સ ભણાવતો. જ્‍યારે પાંચ મહિના પહેલા જ તેઓ નાસામાં જોડાયા છે. તેઓ કહે છે ઘણા વિદ્યાર્થીઓ ફેલોશિપ માટે એપ્‍લાય કરે છે. એક ભારતીય પણ નાસામાં કામ કરી શકે છે. ખાસ વાત તો એ છે કે નાસા એ ડોક્‍ટર દીક્ષિતજી નો પ્રોફાઈલ જોયો અને સામેથી તેમને ફેલોશીપ માટે ઇન્‍વાઇટ કર્યા. યુએસમાં જેમની નીચે દીક્ષિતજીએ પીએચડી કર્યું તેમણે નાસા માટે આઠ થી દસ વર્ષ કામ કરેલું છે. તેમની પણ ભલામણ હતી. લિંક્‍સ ટેલિસ્‍કોપ પ્રોજેક્‍ટના રિસર્ચ વૈજ્ઞાનિકો પણ કમિટીમાં હતા અને તેમણે ડો. કીર્તનભાઈનું કામ જોયેલું હતું. તેમની ભલામણથી દીક્ષિતજીએ પોસ્‍ટ ડોક્‍ટરલ રિસર્ચ ફેલો માટે એપ્‍લાય કર્યું અને પસંદગી પામ્‍યા. નાસાના ઘણા બધા મિશનમાં તમે શું તમારો ફાળો આપશો એ માટેનું એસએમડી ડિપાર્ટમેન્‍ટ છે તેમાં પ્રપોઝલ મોકલી અને પોતાના વિચાર દર્શાવ્‍યા. જોકે આ પોઝિશન પર પહોંચવા માટે ઘણા ભારતીય આવેલા છે. જેઓ આઇઆઇટી અને અન્‍ય મોટી ઇન્‍સ્‍ટિટયૂટમાંથી આવેલા હશે પરંતુ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી થી શરૂ કરી અહીં સુધી પહોંચનાર ડોક્‍ટર કીર્તન દીક્ષિતજી કદાચ પહેલા જ હશે..

(11:24 AM IST)