News of Wednesday, 6th November 2024
આવતીકાલે બે કિલોમીટરની પોથી યાત્રા : લાખો હરિભકતોનો મેળાવડો
વડતાલ ધામની વાટે ભાવિકોનો પ્રચંડ પ્રવાહ : આવતીકાલથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી શ્રીજી પ્રસાદીની ભૂમિમાં અભૂતપૂર્વ કાર્યક્રમો : શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના મુખેથી જ્ઞાન ગંગા વહેશે : અન્ય સંતોના દર્શન વાણીનો પણ લાભ

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ વડતાલધામના મહોત્સવની વિગતો વર્ણવતા કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૬ : શ્રી વડતાલધામ સ્વામીનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીની સંયુકત યાદીમાં જણાવ્યુ હતું કે ભગવાન શ્રી સ્વામીનારાયણે વડતાલમાં કરેલ અનેક લીલાના સાક્ષી એવા પુનિત પ્રાસાદિક સ્થાનો જેમ કે ગોમતીજી, જ્ઞાનબાગ, ઘેલા હનુમાનજી, વડેઉ. માતા મંદિર, જોબનપગીની મેડી અને અક્ષર ભુવન આજે પણ સત્સંગીજનો માટે અનંત આસ્થાઓનું અવલંબન થઈ શ્રી હરિની સ્મૃતિઓ સંઘરીને બેઠા છે. છેલ્લા ૨૦૦ વર્ષની જીવંત અને સતત પ્રગતિશીલ યાત્રા દ્વારા આધ્યાત્મિક, ધાર્મિક, સામાજીક અને ભૌતિક ક્ષેત્રે વિકસતુ આ વડતાલધામ માત્ર સત્સંગી ભકતો પુરતુ સીમીત ન રહેતા જીવ માત્રના આલોકને પરલોકના શ્રેય-પ્રેય માટે સતત ધબકતુ અને પ્રેરક રહ્યુ છે.
સંપ્રદાયનો ભવ્ય વારસો
ત્યારે સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ વર્ષ પહેલા પોતે સ્વહસ્તે ૬ મંદિરો બનાવી સંપ્રદાયનો તિરંગો ફરકાવ્યો અને ૨ મુખ્ય ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદ જેમા સવ્યં શ્રીજી મહારાજે વડતાલ ખાતે 'લક્ષ્મીનારાયણ દેવ' અને 'હરિકૃષ્ણ મહારાજ' આદી દેવોની પ્રતીષ્ઠા કરી, હરીભકતોને તન-મન-ધનથી સુખીયા કરવાનુ વચન માંગ્યુ ત્યારે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ પોતે પ્રગટ થઇ કળયુગના અંત સુધી પોતે અહીં બિરાજશે અને ભકતો તેમજ દિન દુખીયા લોકોના મનોરથો સિધ્ધ કરશે એવા આશીર્વાદ આપ્યા ત્યારથી આજદિન સુધી દિન-પ્રતીદિન ભકતોનુ ઘોડાપૂર વહે છે અને હરિભકતોના પ્રાણ પ્યારા ઈષ્ટદેવની ઙ્કતિષ્ઠાનો દ્વિશતાબ્દી સમય ચાલી રહ્યો હોય ત્યારે સંત કે સત્સંગીનાં હૈયામાં હરખની હેલી ઉભરી આવે તે સ્વાભાવિક છે અને સાકાર સ્વરૂપનાં આરાધકોની સંવેદના અને સાક્ષાત્કારી અનુભવનો અવસર એટલે 'વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ'. ક્ષણેક્ષણ અંતરમાં આનંદની લાગણીઓ અને પૂર્ણ પ્રાપ્તિની ખુમારી લઈને શ્રીહરિનાં દર્શને આવતા સત્સંગીઓનાં આ હર્ષને વધાવવા માટે પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ ગાદીના સદ્ગુરૂ તપસ્વી તમામ પૂ.સંતોના મંગલ શુભાશિષથી તા. ૨ નવેમ્બરએ મંદિર સંકુલમાં યોજાયેલ ૫૦૦૧ વાનગીઓના વિશ્વવિક્રમરૂપ મહાઅન્નકૂટનો સેકડો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે હવે દ્વિશતાબ્દી મહોત્સવ આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે તે અંતર્ગત દેશ-વિદેશના હરિભકતોનો ઙ્કચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે અને લાખો ભાવિકોની હાજરીની ગણતરી ધ્યાને લઈને સ્થળ પર સંતો અને હરીભકતો સઘળી તૈયારી કરી રહયા છે જેથી મહોત્સવમા અનેક દિવસ-રાત્રી અભૂતપૂર્વ બની રહેશે.
કથા-વાર્તાના વકતા
શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સંવત્ - ૨૦૮૧ના કારતક સુદ - ૬ થી કારતક સુદ-૧૫ ને તા. ૭ નવેમ્બર - ૨૦૨૪ ગુરૂવાર થી તા. ૧૫ નવેમ્બર - ૨૦૨૪ શુક્રવાર સુધી ચાલનાર આ દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભકતોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે બે મૂળઘન્ય મ સંતો કથાનો લાભ આપશે જેમા આદિવ્ય ભવ્ય પ્રસંગે આર્ષદ્રષ્ટા શ્રી શતાનંદ મુનિ વિરચિત શ્રીમદ્ સત્સંગિજીવન અંતર્ગત 'વડતાલધામ માહાત્મ્યની કથા' ઘરસભાના પ્રણેતા, હજારો યુવાનોને સંપ્રદાય પ્રતી સમર્પીત બનાવનાર ૫.પૂ. સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તથા 'શ્રીજી પ્રસાદી માહાત્યની કથા' એ.આઈ. ના સંસોધન પહેલા ૩ડી એનીમેશન પર શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરીભકતો સુધી પહોંચાડનાર પ્રભુપ્રેમી પ.પૂ. સદગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે તદઉપરાંત અનેક વિદ્વાન સંતો દ્વારા વ્યાખ્યાનમાળા તેમજ આશીર્વચન મળશે.
૦૨ લાખ ૧૦ હજાર ચો.ફૂટના સભામંડપની વિશેષતા
આવી પ્રસાદીભૂત જગ્યાં જ્યાં 'શ્રીજી મહારાજની લિલાઓનો કોઈ પાર નથી', જ્યાંની રજ રજ 'સ્વામીનારાયણ' નામથી ગુંજે છે એવા વૈકુંઠ સમા પવિત્ર સ્થળ ઉપર અલૌકીક અક્ષરભૂવન આશ્રે ૨૦૦ કરોડથી વધુ માતબર રકમાના ખર્ચે બની રહ્યું છે. ત્યારે સભામંડપ સામે લોકોની જાણકારી માટે ૧૫ ફૂટ લંબાઈ ૨૦ ફૂટ પહોળાઇનુ અક્ષરભૂવન મોડલ મૂકવામા આવ્યુ છે. સભામંડપની વાત કરીએ તો ૩૦ હજાર સ્કવેર ફૂટનુ સ્ટેજ બનાવવામાં આવ્યુ છે જેમા સંપ્રદાયના સંતો બિરાજીત થશે તેમજ ૨ લાખ ૧૦ હજાર સ્કવેર ફૂટમા ૫૦૦૦૦ શ્રોતાઓ એક સાથે બેસી સત્સંગમાં તલીન થઇ શાંતીથી કથાનુ રસપાન કરી શકશે.
યજ્ઞશાળાની વિશેષતા
૧૫ વિદ્યાથી વધુ જગ્યા પર ૬૨૫૦૦ ચો. ફૂટમા વૈદિક મંત્રોચ્ચાર અને વિદ્વાન બ્રાહ્મણો દ્રારા ૧૦૮ કુંડી યજ્ઞની વિશાળ યજ્ઞશાળામાં ઔયોજન કરવામા આવ્યુ છે જેમા ૩૫૦૦ થી વધુ દંપર્તીઓ બેસી શકશે અને ૧૫૦ સ્વયંસેવકો સેવા કરવા તત્પર રહેશે.
૦૧૭ ડોમની વિશાળ ભોજનશાળા
છેલ્લા ૪ માસના અથાક પરિશ્રમથી તૈયારીના અંતે દૂર હજાર ૫૦૦ ચો.ફૂટ જમીન પર ૨૪ કલાક ચાલુ રહેનાર ભવ્ય ભોજનશાળામા હરિભકતોની સુવિધામા તકલીફ ના પડે તે માટે કુલ ૧૭ જેટલા અલગ- અલગ ડોમ બનાવવામાં આવેલ છે જેમાં યજમાન, મહેમાન તથા અન્ય ભકતોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમા એક સાથે ૧ લાખ હરિભકતો સાથે બેસી જમી શકશે તેમજ ૩૨૦૦ ઉપરાંત સ્વયં સેવકો મહેમાનોની સવગડતા સાચવવા ખડેપગે રહેશે, ૫૦૦ ઉપરાંત રસોઈયા રસોઈ બનાવવા માટે રહેશે.
૦૨૫૦૦થી વધુ ઉતારાનુ ટેન્ટસીટી
કચ્છ રણોત્સવની જેમ જ ૨૦૦ વિઘા જમીન પર ૩૮,૫૧,૦૦૦ સ્કેવર ફૂટ જમીન પર મહોત્સવમા આવતા દેશ-વિદેશના દર્શનાર્થીઓને રહેવા માટે વિશાળ 'ટેન્ટ સિટી' બનાવ્યુ છે જેમા એ.સી. સહીત આધુનીક સુવિધાઓથી સજ્જ અટેચ બાથરૂમ સાથેના ૨૫૦૦ ટેન્ટ બનાવ્યા છે જેમા ટેન્ટ દિઠ ૬ જણા રહી શકશે તે માટે ૬ બેડ, બિલેન્કેટ, ઓશીકા રહેશે જેની સાફ-સફાઇ મેઇન્ટેનન્સ અર્થે ૧૦ હજારથી વઘુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. પધારનાર હરિભકતોના વાહન પાર્કીંગ માટે પણ ૬૦૦૦ ફોરવહીલ,૪૦૦૦ બાઇક અને ૨૦૦ બસોનુ ર્પાકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રિ કાર્યક્રમો
દરરોજ રાત્રે વિભિન્ન સાંસકૃતીક કાર્યક્રમની ઝાંખી કરાવવામા આવશે જે મનોરંજન થી ભરપુર રહેશે. તા.૭/૧૧/૨૦૨૪, ગુરૂવાર- સહજ આનંદ (હિતેશ અંટાળા, સુખદેવ ધામેલીયા, અંકિત વાઘાણી) તા.૮/૧૧/૨૦૨૪, શુક્રવાર- સાંસ્કૃતિક કાર્યક્રમ (મેમનગર ગુરૂકુલ / સલવાવ - વાપી ગુરુકુલ)
તા.૯/૧૧/૨૦૨૪, શનિવાર-લાઈવ મ્યુઝીક કોન્સર્ટ, (શ્રી હસમુખભાઈ પાટડીયા, શ્રી અભેસિંહજી રાઠોડ, શ્રી હેમંતભાઈ જોષી વગેરે) તા.૧૦/૧૧/૨૦૨૪, રવિવાર- મહીલા મંચ પૂ.ગાદીવાળા તથા સાંખ્યયોગી બહેનો તા.૧૧/૧૧/૨૦૨૪, સોમવાર- લાઈવ મ્યુઝીક કોન્સર્ટ (સુપ્રસિધ્ધ કલાકાર શ્રી રાજેન્દ્ર પાલા- મુંબઈ)
તા.૧૨/૧૧/૨૦૨૪, મંગળવાર- જેમા સંપ્રદાયના ૧૦૮ સંગીતજ્ઞ દ્વારા 'સમુહ કિર્તન' તેમજ 'સંગિત સંધ્યા' નુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા સંપ્રદાયના વિવિધ કિર્તનોનેં આવરી એક અનોખી સાંજ હરિભકતોને આપવાનો પ્રયાસ થશે, પંચાળામા સ્વયં શ્રીજી મહારાજ સંતો સાથે 'રાસોત્સવ' કર્યો હતો ત્યારે ૧૦૦૮ સંતો એક સાથે એક તાલે રાસ રમી ભવ્યતા ઉમેરશે, સાથે વિદ્યાર્થીઓ અને રૂષીકુમારો દ્વારા નૃત્ય નાટીકા કરવામા આવશે તા.૧૩/૧૧/૨૦૨૪, બુધવાર- સંસ્કૃત પાઠશાળા વડતાલના સંતો ઋષિકુમારો - વડતાલ મંદિર નૃત્ય નાટિકા - રાજકોટ ગુરુકુલ તા.૧૪/૧૧/૨૦૨૪, ગુરૂવાર- સાંસ્કૃતિક કાર્યક્રમ વડતાલ, કલાકુંજ, હરિનગર વગેરે મંદિરો દ્વારાં આવી અનેકો સુવિધાઓથી સજ્જ મહોત્સવમા કથાનો સમય દરરોજ સવારે ૮ૅં૩૦ થી બપોરે ૧૨ અને બપોરે ૩ૅં૩૦ થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધીનો રહેશે. તા. ૧૫ બપોરે ૧૨ વાગ્યે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. સમગ્ર મહોત્સવનું વડતાલ, સદવિધ્યા, આસ્થા, લક્ષ્ય, આસ્થા ગુજરાતી ચેનલ ઉપરથી જીવંત ઙ્કસારણ થશે. સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે હરિભકતોને શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામના સંતોએ હૈયાના હેતથી નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૬૮-૨૫૮૯૨૨૮ અથવા મો. ૯૯૨૫૨૦૫૬૧૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. ડો. સંતવલ્લભદાસજી સ્વામી મુખ્યકોઠારી, વડતાલ ટેમ્પલ બોર્ડ વતી શ્રી ચેતનભાઇ રામાણી (અગ્રણી, ગુજરાત પ્રદેશ ભાજપ) એ જણાવ્યુ છે.
(1:44 PM IST)










