<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

૨૬ વર્ષના ઢગા દિલીપનો ૭ વર્ષની બાળા સાથે બળાત્‍કાર : જુઓ વિડિયો

રાજકોટમાં ચોંકાવનારી ઘટનાઃ જેને ‘મોટા ભાઇ' કહીને બોલાવતી તેણે જ બે વખત શૈતાનીયત આચરીઃ બાળાની માતા સાથે નોકરી કરે છે હવસખોર : મહિલા નોકરી પર હતી ત્‍યારે એક દિવસ દિલીપ જ્‍યુસ લઇ તેણીના ઘરે પહોંચ્‍યો અને બાળકીને પીંખી નાંખીઃ બે દિવસ પહેલા ફરીથી આવુ કરી ગયોઃ જો કે હોસ્‍પિટલમાં વપરાતું કેન ઘરે ભુલી જતાં મહિલાને શંકા ઉપજતાં દિકરીની પૃછા કરતાં ઘટના સામે આવીઃ બીજી વખત બળજબરી આચરી ત્‍યારે બાળકી લોહીલુહાણ થઇ ગઇ હતીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હવસખોરને દબોચી લીધો

ઘટનાની વિગતો જણાવતાં એસીપી રાધિકા ભારાઇ અને દૂષ્‍કમના આરોપી દિલીપ મધુભાઇ ચોૈહાણ જોઇ શકાય છે

રાજકોટ તા. ૬: શહેરમાં દૂષ્‍કર્મની વધુ એક ઘટના બની છે. સાત વર્ષની એક બાળકીને તેની માતા સાથે જ કામ કરતાં છવ્‍વીસ વર્ષના ઢગાએ હવસખોરીનો શિકાર બનાવી છે. મહિલા નોકરી પર હોઇ ત્‍યારે આ ઢગાએ બે વખત તેણીની જાણ બહાર તેના ઘરે પહોંચી જઇ મહિલાની દિકરીને શિકાર બનાવી હતી. બાળા જેને મોટા ભાઇ કહેતી એણે હવસખોરી આચરતાં ચકચાર મચી ગઇ છે. યુનિવર્સિટી પોલીસે બળાત્‍કાર, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર સાત વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી દિલીપ મધુભાઇ ચોૈહાણ નામના ઢગા વિરૂધ્‍ધ બળાત્‍કાર, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ કરી છે. બાળકીના માતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પતિ હયાત નથી, મારે એક દિકરો અને એક દિકરી છે. હું પ્રાઇવેટ હોસ્‍પિટલમાં નોકરી કરી ગુજરાન ચલાવુ છું. હું જે જગ્‍યાએ નોકરી કરુ છું ત્‍યાં દિલીપ મધુભાઇ ચોૈહાણ પણ સફાઇ કામ કરવા આવતો હોઇ તેની સાથે મારે પરીચય થતાં મેં તેને ધર્મનો ભાઇ બનાવ્‍યો છે અને હું તેને ચારેક મહિનાથી ઓળખુ છું. તેને હું મોટાભાઇનું સંબોધન કરુ છું.

મારી દિકરીને હું ક્‍યારેક ક્‍યારેક નોકરીના સ્‍થળે સાથે લઇને જતી હોવાથી દિલીપ મારી દિકરીને પણ ઓળખે છે અને મારી દિકરી પણ તેને મોટા ભાઇ કહીને બોલાવે છે. બપોરે જમવા માટે અમને અડધો કલાકની રજા મળે છે, તેમાં હું પહેલા જમવા જાઉ છું અને હું પરત આવુ પછી દિલીપ જમવા માટે જતો હોય છે.

બે દિવસ પહેલા તા. ૪ના રોજ હું નોકરી પરથી ઘરે આવી ત્‍યારે અમારી નોકરીના સ્‍થળે વપરાતું એક પ્‍લાસ્‍ટીકનું કેન મેં મારા ઘરમાં જોતાં હું આ કેન લાવી ન હોઇ જેથી દિકરીને આ કેન વિશે પુછતાં તેણીએ મોટા ભાઇ આવ્‍યા હતાં અને તે આ કેન લાવ્‍યા છે. આ વાત કરી દિકરી રડવા લાગી હતી અને રડતાં રડતાં કહ્યું હતું કે મોટા ભાઇએ મને પરાણે કિસ કરી લીધી હતી. તેમજ મારા કપડા ઉતારી નાખી મને સુવડાવી દઇ મારા ઉપર તે સુઇ ગયેલ અને બળજબરી કરતાં મને દુઃખાવો થવા માંડયો હતો. હું રાડો પાડવા માંડતા મોટાભાઇએ મને શાંતિ રાખવા કહ્યું હતું. તેમજ આવુ કરવાનું ચાલુ રાખ્‍યું હતું.

થોડીવાર પછી તે નીચે ઉતરી ગયેલ અને જતા રહેલ. ત્‍યારબાદ મેં બાથતરૂમમાં જઇ જોતાં મને પગ વચ્‍ચેથી લોહી નીકળ્‍યું હતું જે મેં સાફ કરી નાખ્‍યુ હતું. આ પછી મેં મારી દિકરીને ફરીથી પુછેલુ કે અગાઉ મોટા ભાઇ ક્‍યારેય આવ્‍યા હતાં? ત્‍યારે દિકરીએ જણાવેલુ કે થોડા દિવસ પહેલા પણ મોટા ભાઇ આવેલ અને ત્‍યારે તે જ્‍યુસ લઇને આવ્‍યા હતાં. ત્‍યારે પણ મારી સાથે આવુ કર્યુ હતું.

દિકરીની આ વાત સાંભળી મેં દિલીપને ફોન કરતાં તેણે કહેલું કે મેં આવુ કંઇ કર્યુ નથી. આ પછી રાત થઇ ગઇ હોઇ હું પોલીસ સ્‍ટેશને ગઇ નહોતી. નોકરીના સ્‍થળે જઇ બીજા દિવસે મેં સાથે કામ કરતાં કર્મચારીઓને વાત કરતાં મને પોલીસને  જાણ કરવાનું કહેતાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં બાળાના માતાએ જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કારેથા, રાહુલભાઇ સહિતે બીએનએસની કલમ ૬૪ (આઇ) (એમ), ૬૫ (૨) તથા પોક્‍સો હેઠળ ગુનો નોંધી હવસખોર એવા ૨૫ વર્ષના ઢગા દિલીપ મધુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૬-રહે. ટીટોડીયા ક્‍વાર્ટર મુંજકા)ને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. એસીપી રાધિકા ભારાઇએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે ઘટના જાહેર થતાં તુરત જ કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ બાળાએ રડતાં રડતાં પોતાની માતાને કર્યા બાદ ઘટના જાહેર થઇ હતી. આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.

(3:49 PM IST)