<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની સેવા માટે પ૧,૦૦૦નું અનુદાન

 

રાજકોટ તા. ૬: ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા' એ મંત્રને સાર્થક કરી ગુજરાત સરકારનાં સેવાભાવી આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની સેવા માટે પ૧,૦૦૦નું અનુદાન કરવામાં આવ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્‍ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્‍ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિઃસંતાન વૃધ્‍ધોને, નિયમાનુસાર અને સંસ્‍થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્‍યે આપવામાં આવે છે. વૃધ્‍ધાશ્રમમાં દાખલ થતા નિઃસંતાન વૃધ્‍ધો/વ્‍યકિતઓ પાસેથી કોઇપણ ફી, ચાર્જ લેવામાં આવતો નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્‍યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્‍ધાશ્રમમાં હાલ ૬૬૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઇ રહ્યાં છે તેમાંથી ર૦૦ વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. ૩૦ એકરની જગ્‍યામાં પ૦૦૦ વડીલો સમાઇ શકે તે માટે ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમ યુકત સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. ઋષિકેશભાઇ પટેલનાં આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વૃદ્ધોના કલ્‍યાણ માટેનાં આ સારા કાર્યને પ્રોત્‍સાહન મળશે.

(4:45 PM IST)