<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જેએમસી નગર, કોઠારીયા રોડ, મહુડી રોડ ખાતે ધર્મમય આયોજનો

શુક્રવારે જલારામ જયંતિ ઠેર ઠેર મહા આરતી મહાપ્રસાદ

રાજકોટ તા ૬ : અન્નનો ટુકડો ત્‍યાં ફરી ટુકડો મંત્રને જીવનમાં સાર્થક કરી બતાવનાર પૂજ્‍ય જલારામ બાપાની ૨૨૫ ની જન્‍મ જયંતી નિમિત્તે શહેરભરમાં વિવિધ સ્‍થળોએ મહા આરતી પૂજન અને મહાપ્રસાદ ના આયોજનો થયા છે.

બિલેશ્વર મહાદેવ મંદિર જે એમ.સી નગર રોડ

રૈયા ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે જે એમ સી નગર મેઇન રોડ ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નંબર એક દ્વારા તારીખ ૮ ના શુક્રવારે પૂજ્‍ય જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મ જયંતીની ધર્મ મય ઉજવણી કરાશે. લોહાણા જ્ઞાતિજનો માટે બપોરે ૧૧થી ૨.૩૦ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

રંગીલા હનુમાન મંદિર કોઠારીયા મેન રોડ

સંત શિરોમણી પૂજ્‍ય જલારામ બાપાની ૨૨૫મી જન્‍મ જયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રંગીલા હનુમાન મંદિર કોઠારીયા મેઈન રોડ ૧૪ વિવેકાનંદ નગર ખાતે ઉજવવાનું નક્કી કરેલ છે.

જેમાં સવારે ૯ કલાકે પૂજ્‍ય જલાબાપાની આરતી ઉતારવામાં આવશે ત્‍યારબાદ અન્નકોટ ધરાવવામાં આવશે. એ પછી ૧૧ વાગ્‍યે પ્રસાદ ચાલુ થશે. ભજનો અને કીર્તનની રમઝટ બોલાવાશે. કોઠારીયા રોડ ઉપર વધતા રઘુવંશી પરિવારો ઉપરાંત રાજકોટ શહેરની રઘુવંશી સંસ્‍થાઓ અને અન્‍ય નામી અનામી સંસ્‍થાના હોદ્દેદારો હાજરી આપશે.. જલારામ બાપાના ભક્‍તો મહાપ્રસાદનો લાભ લેશે. પ્રસાદમાં વીરપુર જલારામ બાપાના આશીર્વાદથી વીરપુર મંદિરના નિયમ મુજબ જ બુંદી ગાંઠિયા કઢી ખીચડી બટેટાના શાકનો મહાપ્રસાદ પીરસવામાં આવે છે. જલારામ જયંતિ મહોત્‍સવ રંગીલા હનુમાન મંદિરની યાદી મુજબ અંદાજે પાંચેક હજાર જેટલા જલારામ બાપાના ભક્‍તો પ્રસાદનો લાભ લ્‍યે છે.

શિવ ટાઉનશીપ  મવડી પાળ રોડ

મવડી પાળ રોડ, લાધાબાપા ચોક ખાતે શિવ ટાઉનશીપ લોહાણા મહાજન સમિતિ દ્વારા શ્રી જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે. તારીખ ૮ ના શુક્રવારે શિવ ટાઉનશિપમાં સાંજે મહા આરતી અને મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

(3:07 PM IST)