News of Wednesday, 6th November 2024
દિવાળીની રજામાં કચ્છ ફરવા ગયેલા બાબુભાઇના બંધ કવાર્ટરમાં રૂા.૩૧ હજારના દાગીના - રોકડની ચોરી
રૈયાધાર બારમાળીયા કવાર્ટરમાં બનાવ બાબુભાઇ પરીવાર સાથે પરત આવ્યા ના બીજા દીવસે રીક્ષાની ચાવી લેવા માટે કવાર્ટર ખોલતા ખબર પડીઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૬: દિવાળીના તહેવારમાં કચ્છ ફરવા માટે ગયેલા યુવાનના રૈયાધાર બાર માળીયા આવાસના કવાર્ટરને નિશાન બનાવી તસ્કારો રોકડ તથા દાગીના મળી રૂા. ૩૧૨૦૦ ની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયા ધાર માળીયા આવાસ યોજનાના કવાર્ટરમાં એ- ડીવીઝન ચોથામાળે બ્લોક નં. ૪૦૧માં રહેતા બાબુભાઇ ગોવિંદભાઇ બથવાર (ઉ.વ. ૩૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જેમાં પોતે પત્ની અને પુત્ર સાથે રહે છે. કડીયાકામ કરે છે. તા. ૦૩/૧૧/ રોજ દિવાળીના તહેવારની રજા હોઇ તેથી પોતે, પત્ની, પુત્ર અને સાસુ વાલીબેન પાંચલ (રહે શાહપર) તમામ કચ્છના કબરાવ ખાતે ફરવા માટે કંકુબેન વાઘેલાની બસમાં નીકળ્યા હતા. બાદ ગઇકાલે રાત્રે પરત ઘરે આવી તાળુ ખોલી પોતે તથા પરિવારજનો રૂમમાં સૂઇ ગયા હતા. બાદ આજે બપોરે પોતે પરિવાર સાથે શાયપર જવાનું હોઇ જેથી પોતાની રીક્ષાની ચાવી પોતે જયા રાખે છે. ત્યાં જોવા જતા ચાવી ન મળતા પોતે પત્નીને ચાવી બાબતે પૂછતા કબરન હોવાનું જણાવ્યું હતું. બાદ પોતે ઘરમાં કબાટમાં જોતા કબાટમાં રાખેલા રૂા. ૫ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૩૧૨૦૦ ની માલમતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલસી મથકના પી.એસ.આઇ.ડી.આર. રત્નું સહિતે સ્થળપર પહોંચી બાબુભાઇ બથવારની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ એન.કે. પંડયાએ તપાસ હાથ ધરી છે.
(4:45 PM IST)










