તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Wednesday, 6th November 2024
વિરાણી હાઇસ્કુલની જમીન અંગે આજે સૂનાવણી
મોટે ભાગે મુદત પડવાની શકયતાઃ વિરાણીના ટ્રસ્ટીઓ સામે કાયદેઆઝમ પુરૂષોતમ પીપળીયાના વકીલો વચ્ચે દલીલ

રાજકોટ તા. ૬: શહેરની વિખ્યાત વિરાણી હાઇસ્કૂલની જમીન બાબતે આજે બપોર પછી સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરાઇ હોય ભારે ઉત્તેજના છવાઇ છે.
કરોડોની આ જમીન વેચવા અંગે ટ્રસ્ટીઓ દ્વારા કાર્યવાહી થઇ હતી, પરંતુ જે તે સમયે તત્કાલીન પ્રાંત દ્વારા ટ્રસ્ટીઓ વિરૂધ્ધ ચૂકાદો આપતા ટ્રસ્ટીઓ દ્વારા હાઇકોર્ટમાં ધા નખાઇ હતી.
વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કાયદેઆઝમ શ્રી પુરૂષોતમભાઇ પીપળીયાએ આ જમીન વેચવા સામે પોતાના વિખ્યાત ધારાશાસ્ત્રીઓ મારફત જે તે સમયે સીટી પ્રાંત-૧ સમક્ષ ધા નાખતા વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓને ફટકો પડયો હતો, શ્રી પુરૂષોત્તમભાઇ તથા અન્યોએ અનેક કાયદાઓ-કલમો ટાંકી જે તે સમયે કલેકટરને પણ રજૂઆતો કરી હતી, સીટી પ્રાંત-૧ના ચૂકાદા સામે વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં ગયા હતા.
રાજકોટ શહેરના વોર્ડ નં. ૧પ/૧ સીટી સ.નં. ર૬પ૦-૧-ર-૩નો સતાપ્રકાર સુધારવા અપીલના કેસમાં અને ઉપરોકત વિષયે ગુજરાત હાઇકોર્ટના સ્પે. સી.એ.નં. ૧૦પ૭૩/ર૦ર૩ તથા ૧૦૬પ/ર૦ર૩ના તા. ર૦/૦૭/ર૦ર૩ના કોમન ઓરલ ઓર્ડરના પેરા-પ માં થયેલ સુચના મુજબ પક્ષોને તેની દલીલના સમર્થનમાં તમામ સંબંધિત દસ્તાવેજો સબમીટ કરવા તેમજ લેખીત રજુઆત કરવા અગાઉ તા. પ-૧૦-ર૪ના રોજ ૧ર-૦૦ કલાકે સીટી પ્રાંત-૧ દ્વારા સુનાવણી રખાઇ હતી, પરંતુ અગમ્ય કારણોસર આ સૂનાવણી મૌકુફ રખાઇ હતી, ત્યારબાદ તાજેતરની રજાઓમાં આજની તારીખ અપાયેલ, અને આજે મુદત સંદર્ભે પક્ષોને જાતે અથવા તો તેમના અધિકૃત વ્યકિતઓને અથવા વકીલશ્રીઓને જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે હાજર રહેવા અંગે સીટી પ્રાંત-૧ દ્વારા જાણ કરાઇ છે.
આજે બપોરે ૧ર થી ૧રાા વાગ્યા બાદ સુનાવણી હાથ ધરાઇ છે, પરંતુ મોટે ભાગે આ કેસમાં આજે મુદત પડે તેવી શકયતા હોવાનું બહાર આવ્યું છે
(4:44 PM IST)










