<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રવિવારે નવા જૂના ફિલ્‍મી ગીતોના કાર્યક્રમ સાથે ‘રાજકોટ કે શોલે'નો પ્રિમીયર શો

રાજકોટ તા. ૬ : વોઇસ ઓફ રફીથી જાણીતા બનેલ સીંગર ગીત લેખક અને ડાયરેકટર સલીમ જેડા દ્વારા તા. ૧૦ના રવિવારે ‘રાજકોટ કે શોલે' ફિલ્‍મ શો અને નવા જૂના ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતું કે, એસ.કે. ફિલ્‍મ પ્રોડકશન દ્વારા તા. ૧૦ના રવિવારે રાત્રે ૮ થી ૧ પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમોમાં પહેલા ૨ કલાક નવા જૂના ફિલ્‍મી ગીતો રજૂ થશે. ત્‍યારબાદ ‘રાજકોટ કે શોલે' ફિલ્‍મ સ્‍ક્રીન પર દર્શાવાશે.

કોમેડી સસ્‍પેન્‍શથી ભરપૂર આ ફિલ્‍મમાં પંકજભાઇ રાઠોડે ગબ્‍બરનું પાત્ર નિભાવ્‍યું છે. સલીમ જેડા વીરૂના પાત્રમાં અને પ્રેમ કુરેશી જલાલ આગાના પાત્રમાં અભિનય આપશે.

આ કાર્યક્રમની ટીકીટ રૂા. ૩૦૦ના ટોકનચાર્જથી સ્‍થળ ઉપર ઉપલબ્‍ધ થશે. વધુ માહિતી માટે મો. ૯૦૯૯૬ ૧૩૦૨૯ ઉપર સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સલીમ જેડા, પંકજભાઇ રાઠોડ, પ્રેમ કુરેશી નજરે પડે છે.

(4:32 PM IST)