<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

અમૃતસાગર પાર્ટી પ્‍લોટમાં રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ દ્વારા જલારામ જન્‍મોત્‍સવનું રૂડુ આયોજન

 

રાજકોટ તા. ૬: રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ દ્વારા જલારામ જયંતી મહોત્‍સવનું સતત ૧૯માં વર્ષે આયોજન થયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્‍યું હતું કે, તા. ૮-૧૧-ર૦ર૪ શુક્રવારના અમૃતસાગર પાર્ટી પ્‍લોટ ખાતે ધામ-ધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૦૬-૩૦ વાગ્‍યે મહાઆરતી ગુજરાત રાજયના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૭ વાગ્‍યાથી મહાપ્રસાદ તેમજ ભજન સંધ્‍યા કારોબારી સભ્‍ય મુન્‍નાભાઇ ઠકકર, મયુરભાઇ કોટક, હિનાબેન કોટડીયા, મયુરીબેન ભાલારા તેમજ દિવ્‍યાબેન બુધ્‍ધદેવ દ્વારા રજુ કરવામાં આવશે. એંકરીંગ ચેતનભાઇ ઠકકર દ્વારા કરવામાં આવશે તેમજ સંગીત મનોજ વીમલ (ગુજરાતી ફિલ્‍મ મ્‍યુઝીક ડાયરેકટર) પીરસશે.

સીનીયર સીટીઝન માટે અલગ સુવિધા આપવામાં આવે છે. જેમાં મહા પ્રસાદ માટે ટેબલ ખુરશી પર બેસાડી પ્રસાદ આપવામાં આવે છે.

પ્રસાદીમાં તમામ રસોઇ મીનરલ વોટરમાં બનાવવામાં આવે છે. ચોખા ઘી ની ગુંદી, ગાંઠીયા, કઢી, ખીચડી, બાજરાના રોટલા, શીંગતેલમાં શાક તેમજ સંભારો પ્રસાદી રૂપે આપવામાં આવે છે. વોર્ડ નં. ૧૦ માં રહેતા તમામ રઘુવંશી ભાઇઓ તથા બહેનો તેમજ તમામ જલારામ ભકતોને ખાસ ભાવ ભર્યું નિમંત્રણ સંસ્‍થાના પ્રમુખ શ્રી પરેશભાઇ તન્‍ના, ભાવેશ પોપટ તેમજ રઘુવંશી યુવા ગ્રુપની પુરી ટીમ દ્વારા આપવામાં આવે છે.

રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ દ્વારા નિમંત્રણ કાર્ડ આ વખતે છપાવેલ ના હોય તેથી સોશ્‍યલ મીડીયા તેમજ પ્રીંન્‍ટ મીડીયા દ્વારા આપ સૌ રઘુવંશી પરીવાર તેમજ સૌ જલારામ ભકતોને મહા આરતી તેમજ મહા પ્રસાદનો લાભ લેવા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા ભાવભર્યું નીમંત્રણ આપવામાં આવે છે.

કાર્યક્રમમાં અતીથી વિશેષ તરીકે ગુજરાત રાજયના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શહેર ભાજપના પુર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તેમજ રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદેદારો રાજકોટના પ્રતિષ્‍ઠિત વેપારી ડી. એમ. એલ. ગ્રુપના એમ. ડી. હરીશભાઇ લાખાણી વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમોને સફળ બનાવવા માટે અકિલા પરિવારના મોભી અને વડીલ શ્રી કિરીટ કાકાનું સંપુર્ણ માર્ગદર્શન હુંફ રૂપે મળી રહેલ છે.

તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પરેશ જે. તન્‍ના, બીપીન કે. પોપટ, ભરત પી. સેતા, ભાવેશ એ. પોપટ, પરેશ આર. તન્‍ના, પ્રદીપ એમ. રાજવીર, ચેતન જે. તન્‍ના, યશવંત એચ. જોબનપુત્રા, પ્રભુદાસ આર. જોબનપુત્રા, ભરત એમ. દતાણી, શશીભાઇ એમ. જોબનપુત્રા, જય આર. અમલાણી, રાકેશ કે. અમલાણી, નીલેશ આર. કોટક, ડો. પ્રણવ ઉનડકટ, બીપીન જે. પુજારા, નીલેશ સી. રાયચુરા, મુન્‍નાભાઇ પી. છગાણી, ગૌતમ બી. સોમૈયા, સુનીલ દાવડા, હરિશ દતાણી, મીતેશ પુજારા, બીપીનભાઇ એ. રાજાણી, કીરીટ સાતા, નીરવ ગોકાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

અમૃતસાગર પાર્ટી પ્‍લોટ ૧પ૦ ફુટ રીંગ રોડ, બીગબજારની સામે, ઇમ્‍પીરીયલ હાઇટસની બાજુમાં આયોજીત આ મહોત્‍સવને લઇને અનેરો ઉત્‍સાહ છવાયો છે. કમીટી મેમ્‍બર્સની દીકરીઓ ફોરમ સુરાણી અને તેમના ગ્રુપ દ્વારા રંગોળીનું સર્જન કરાશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ના આગેવાનો નજરે પડે છે.

(4:36 PM IST)