તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 7th November 2024
રાજકોટ એઇમ્સ હાલ ધણીધોરી વગરની : ડાયરેકટર કટોચનું રાજીનામું મંજુર નહી થતા રજા પર ચાલ્યા ગયા
રાજકોટ એઇમ્સની સ્થિતિ રામ ભરોસે જેવી : ૪ મહત્વની જગ્યા ખાલી : ડોકટર લોબીમાં ભારે ચર્ચા : ડાયરેકટર શ્રી કટોચના સ્થાને જોધપૂરના ડાયરેકટરને ચાર્જ પરંતુ તેઓ પણ દિવાળી રજા ઉપર

રાજકોટ, તા. ૭ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ જેનું ૮ મહિના પહેલા ખાતમુર્હૂત કર્યુ હતું તે અને સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજકોટ માટે અત્યંત મહત્વની એવી જામનગર રોડ પર આવેલી રાજકોટ એઇમ્સ હાલ સાવ ધણીધોરી વગરની અને રામભરોસે જેવી સ્થિીતમાં આવી ગઇ છે, તેમ ઇન્ડીયન એકસપ્રેસના આજના અહેવાલમાં જણાવાયું છે.
તાજેતરમાં રાજકોટ એઇમ્સના ડાયરેકટર અને કર્નલ ડો. સી.ડી. એસ. કટોચ તથા અન્ય ૩ સામે એઇમ્સના એક મહિલા ડોકટરે રાજકોટ કલેકટર સમક્ષ તથા પોલીસમાં હેરાનગતિ અંગે ફરીયાદો કરતા ભારે વિવાદ સજાર્યો હતો.
આ દરમિયાન ડાયરેકટર શ્રી કટોચે બે મહિના પહેલા ડાયરેકટર પદેથી રાજીનામુ઼ આપ્યુ હતું, જે મંજુર નહી થતા હાલ તેઓ ઘણા દિવસથી રજા ઉપર ઉતરી ગયા છે, તેમનો ચાર્જ જોધપૂર એઇમ્સના ડાયરેકટર શ્રી ગોવર્ધન દતપૂરીને સોંપાયો છે, તેઓ ગયા રવીવારે આવ્યા હતા, પરંતુ પાછા દિવાળીની રજા ઉપર અને જોધપુર એઇમ્સની કામગીરી સંભાળતા હોય તેઓ પરત ચાલ્યા ગયા છે.
રાજકોટ એઇમ્સમાં હાલ ૪ મહત્વની જગ્યા ખાલી છે, જેમાં પ્રમુખપદની જગ્યા ખાલી છે, આ ઉપરાંત ડે. ડાયરેકટર તરીકે શ્રી અરોરા હતા, તેઓ ફરી આર્મીમાં જતા રહ્યા અને તેઓ હાલ રીટાયર્ડ થઇ ગયા એટલે તે જગ્યા ખાલી છે. શ્રી અરોરાનો ચાર્જ રાજકોટ એઇમ્સના ડો. કુલદિપને સોંપાયો છે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સના એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર શ્રી જયદિપસિંહ વાળા પણ જતા રહ્યા છે, રાજકોટ એઇમ્સ પ્રમુખ વગર એક વર્ષથી ચાલી રહી છે, ભૂતપૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયાએ ઓગસ્ટ-ર૦ર૩માં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. રાજકોટ એઇમ્સમાં પબ્લીક રીલેશન ઓફીસર (PRO) તરીકે, હાલ ડો. ઉત્સવ પારેખને ચાર્જ સોંપાયો છે.
અત્રે ઍ નોîધનીય છે કે રાજકોટ ઍઇમ્સમાં ૪-૪ મહત્વની જગ્યા ખાલી હોય વિકાસને તથા દર્દીઅો બાબતે થોડી બ્રેક લાગી હોવાનું ત્યાંના ડોકટરો ઉમેરી રહ્ના છે, ડોકટર લોબીમાં ભારે ચર્ચા છે, કેન્દ્ર સરકાર તાકિદે આ બાબતે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.
(2:33 PM IST)










