News of Thursday, 7th November 2024
કાલે ગાંધીગ્રામ સર્વેશ્વર ચોક ખાતે જલારામ જન્મોત્સવ
રઘુવંશી યુવા કલબ દ્વારા સાતમાં વર્ષે આયોજનઃ ભાવિકો મહાઆરતી બાદ મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટ : રઘુવંશી યુવા કલબ દ્વારા ગાંધીનગર-૧, ગાંધીગ્રામ, સર્વેશ્વર ચોક, માવતર પાનની સામે, રાજકોટ ખાતે પુજય જલારામબાપાની રરપમી જન્મજયંતીની ધામધુમથી તા.૮ને શુક્રવારે ઉજવાશે. સતત સાતમાં વર્ષે આયોજન જલારામ જયંતિમાં સર્વજ્ઞાતિના પાંચથી સાત હજાર ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રવી માણેક ચાંદની આર. માણેક, ગોપાલભાઇ અઢીયા, ગીરીશભાઇ લાખાણી, હિરેનભાઇ જોબનપુત્રા, ભાવેશ અઢીયા, વિવેક ચોલેરા, ઋષી ગણાત્રા, શ્રધ્ધા પુજારા, હીરલ એન. માણેક, જયદીપ ખીમાણી, મૌલીક વસાણી મનીષ ભાયાણી, પરાગ રતનધાયરા, હિતેષ જોબનપુત્રા, રાજ ભોજાણી, નીખીલ રાજાણી, જય ભોજાણી, નૈમીષ માણેક, હાર્દિક માણેક, કિંજલ માણેક, પરાગ શીંગાળા, એડવોકેટ યશ ચોલેરા, હર્ષ કોટેચા, સંદીપ ઉનડકટ, સંજયભાઇ પાબારી, સંદિપભાઇ રાયચુરા, અભી કારીયા, જયદીપભાઇ જોબનપુત્રા, વિશાલ મોદી, વિમલભાઇ પોપટ, ધ્યાનેશ ઉનડકટ, મિતેશ જોબનપુત્રા, હાર્દિક મજેઠીયા, જગદીશભાઇ અઢીયા, અશેષ કોટક, ધવલ માણેક, નવનીત રાવલ, દર્શન ટાંક, દિવ્યેશભાઇ ભરખડા, જાગૃતીબેન ખીમાણી, શશીભાઇ પોપટ (મો.૯૦૩૩૧ પ૧૧૧૦) હિરેનભાઇ માણેક, જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(2:58 PM IST)










