<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

રાજકોટમાં વધુ એક હત્યા થઈ: ચંદ્રેશનગરમાં કમલેશ રાઠોડને પ્રેમ પ્રકરણમાં ડખ્ખો થતા મિત્ર

નિલેશ વાઘેલાએ બેફામ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો: આરોપી રાઉન્ડઅપ: માલવીયાનગર પોલીસ, એલસીબી ઝોન-૨ની ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં ચંદ્રેશનગરમાં એક યુવાનને તેના જ મિત્રએ પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. જાણવા મળ્યા મુજબ ચંદ્રેશનગર શેરી નમ્બર ૨માં રહેતાં કમલેશ વિનીતભાઈ રાઠોડ ઉ.વ.૨૫ને સાંજે મિત્ર નિલેશ જીલુભાઈ વાઘેલા સાથે ઝગડો થતા નિલેશે બેફામ મારકૂટ કરી હતી અને ભાગી ગયો હતો.

ઢોર મારને કારણે કમલેશ બેભાન જેવો થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અહી સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જાણ કરતા માલવિયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઈ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતની ટીમે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીબી, એલસીબીની ટીમ પણ તપાસમાં સામેલ થઈ છે. આરોપી રાઉન્ડ અપ થઈ ગયો છે. પ્રેમ પ્રકરણમાં ડખ્ખો થતાં આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(6:54 PM IST)