<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

નાગરિક બેંકની ચૂંટણીમાં ખુદ કલ્‍પકે ઝુકાવતા ખળભળાટ

આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ધડાકો : કલ્‍પક મણીઆરના ભાઈ મીહિરે પણ ફોર્મ ભર્યુ : ‘સંસ્‍કાર પેનલ'ના ૧૫ ઉમેદવારો જાહેર : જો કલ્‍પકનું ફોર્મ માન્‍ય રહેશે તો જીતનો ઉજળા સંજોગો : રાજકોટના ૧૯૬ મત નિર્ણાયક બનશે : ફોર્મ ભર્યા બાદ કલ્‍પક મણીયારે કહ્યું હતું કે કૌભાંડ સામે પગલા ન લેવાયા એટલે ચૂંટણી આવી - અમારો એક પણ માણસ ડર્યો નથી

રાજકોટ, તા. ૮ : આજે રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં શ્રી કલ્‍પક મણીઆર સમર્થિત સંસ્‍કાર પેનલ દ્વારા ધરખમ ઉમેદવારોને મેદાનમાં ઉતારાતા સન્‍નાટો છવાઈ ગયો છે. છેલ્લી ઘડીએ બેંકના પૂર્વ ચેરમેન શ્રી કલ્‍પક મણીઆર તથા તેમના નાનાભાઈ શ્રી મિહીર મણીઆરે પણ ફોર્મ ભરતા નાગરીક બેન્‍ક વર્તુળોમાં આંચકો અનુભવાયો છે. આ ચૂંટણીમાં રાજકોટના ૧૯૬ ડેલીગેટોના મતો ખૂબ જ મહત્‍વના રહેશે તેવી જાણકારોમાં ચર્ચા છે. ૧૯૬માંથી ૧૦૦ મત કલ્‍પક મણીઆર સહેલાઈથી મેળવી જાય તેવી વાત પણ ચર્ચામાં છે.

દરમિયાન આધારભૂત વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે શ્રી કલ્‍પક મણીઆર અને અગ્રણીઓ સાથે સુરેન્‍દ્રકાકા તથા ભરતભાઈ સહિતના ભાજપ સંઘના દિગ્‍ગજ વડીલોએ આ પ્રશ્ન સલુકાઈથી ઉકેલવા વાતચીત કર્યાનું પણ બહાર આવ્‍યુ છે. મણીઆર જૂથે ૪ થી ૫ ડિરેકટર પદ માગ્‍યા છે અને સામા પક્ષે ૨ ડેલીગેટ પદ આપવા તૈયારી બતાવ્‍યાની પણ વાત છે. જો કે હજુ કોકડુ ગુંચવાયેલુ છે અને કોઈ નિષ્‍કર્ષ આવ્‍યો નથી. સાથોસાથ પ્રયાસો પણ મૂકી દેવામાં આવ્‍યા નથી તેમ આ વર્તુળો જણાવે છે.

આજે સંસ્‍કાર પેનલે ૨૧ ડેલીગેટોમાંથી ૧૫ નામો જાહેર કર્યા છે. જેમાં દિગ્‍ગજ નામો સામેલ છે. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં  સંસ્‍કાર પેનલના ઉમેદવારો :

કલ્‍પકભાઇ મણીયાર

જયંતભાઇ ધોળકીયા

લલીતભાઇ વડેરીયા

(કાળુમામા)

ડો. ડી.કે. શાહ

મિહિરભાઇ મણીયાર

દિપકભાઇ કારીયા

વૈશાલભાઇ મીઠાણી

દિપકભાઇ અગ્રવાલ

હિમાંશુભાઇ ચિનોઇ

ભાગ્‍યેશભાઇ વોરા

વિજયભાઇ કારીયા

પંકજભાઇ કોઠારી

નિમેષભાઇ કેશરીયા

નિતાબેન શેઠ

હિનાબેન બોઘાણી.

(3:20 PM IST)