News of Friday, 8th November 2024
જયેશ સંઘાણીને ૫૦૦ કરોડની નોટીસનો ‘રેચ' અપાયો
નાગરીક બેન્કના પૂર્વ ચેરમેન - વર્તમાન ડિરેકટર તેમજ ‘સંસ્કાર' પેનલના પ્રણેતા શ્રી કલ્પક મણીઆરે સીનીયર એડવોકેટ બી.બી. ગોગીયા મારફત ૫૦૦ કરોડની બદનક્ષીની નોટીસ ફટકારતા ખળભળાટ : બેન્કના ડેલીગેટ જયેશ સંઘાણીએ પાયાવિહોણી, મનઘડત તેમજ બદઈરાદા પૂર્વકની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ‘સંસ્કાર' પેનલ ધર્મ યુદ્ધ માટે મેદાને : મણીયારે બેન્કને કૌભાંડ મુકત બનાવવા તેમજ બચાવી લેવા માટે સંઘના સ્વયંસેવક તરીકેની જવાબદારી અદા કરી રહેલ છે જે લોનની વાત થઈ રહી છે તે નલીનભાઈ વસા ચેરમેન હતા અને જીવણલાલ પટેલ વાઈસ ચેરમેન હતા તેમના કાર્યકાળમાં ૨૦૧૬માં લોન આપવામાં આવેલ : આમાં કલ્પકભાઈનો રોલ નથી : સંસ્કાર પેનલ

રાજકોટ, તા. ૮ : રાજકોટના ૧૦૦ વર્ષ જૂના સેવાભાવી દાતા તેમજ ગર્ભશ્રીમંત મણીઆર પરિવારમાંથી આવતા શ્રી કલ્પકભાઈ મણિઆર દેશ વિદેશમાં અનેક દાયકાઓથી વ્યવસાયીક જીવનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શ્રીમણિઆર પોતે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તેમજ બાલ્યાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન તેમજ સંસ્કારી સ્વયં સેવક છે. તેઓશ્રીને સંઘ તરફથી જે જે જવાબદારીઓ સોંપવામાં આવી તે તે તેઓએ પૂરા કર્તવ્ય સાથે નિભાવેલ છે. શ્રી કલ્પભાઈ રાજકોટ નાગરિક સહકારી બેન્કના છેલ્લા પચ્ચીસ વર્ષથી ડિરેક્ટર છે અને ૨૦૦૬થી ૨૦૧૨ સુધી તેઓ બેન્કના સફળ સુકાની તરીકે રહી ચુકયા છે. તેમ નાગરીક બેન્કના ડીરેકટરોની ચૂંટણી લડી રહેલ સંસ્કાર પેનલના મીડીયા ઈન્ચાર્જ શ્રી રસીક નકુમની યાદી જણાવે છે.
આ યાદીમાં જણાવાયુ છે કે બેંકનો વિકાસ, નાના માણસને અગ્રતા, સર્વેને સાથે લઈને ચાલવાનો સહજ સહકારી સ્વભાવ, પારદર્શી તેમજન્યાયપૂર્ણ બેન્કના મુખ્ય સંચાલક તરીકે દુરંદેશી ભર્યા નિર્ણયો, પ્રામાણિકતા સિધ્ધાંતો મૂલ્યોના ચૂસ્ત આગ્રહી એવા કલ્પકભાઈના ચેરમેન તરીકેના કાર્યને આજેપણ દસ લાખથી વધુ લોકોનો બનેલો ‘નાગરિક પરિવાર' આદરપૂર્વક યાદ કરે છે.
તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્કનાવિકાસ પુરૂષ તેમજ રાજકોટ શહેરના સ્વપ્નદ્રષ્ટા અને પ્રથમ ચૂંટાયેલા મેયર સ્વ.શ્રી અરવિંદભાઈ મણિઆરના જયેશ સંઘાણીને ૫૦૦ કરોડની નોટીસનો ‘રેચ' અપાયો
જયેષ્ઠ પુત્ર છે. બેન્કમાં છેલ્લા કેટલાક વર્ષોથી કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવતા તેઓશ્રીએ બેન્કની અંદરના તેમજ બહારના સંબંધિત લોકો સામે કાયદાકિય સહિતની તમામ કાર્યવાહી કરવા તેઓ રણ મેદાને પડ્યા છે. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી બેન્કમાં થયેલા કૌભાંડો અને તેને લગતા દસ્તાવેજી પૂરાવાઓને તેઓશ્રીએ એક ઓડીટરની જેમ અભ્યાસ કરીને બેન્કને લાગેલી ઉધઈ વકરે નહી તે માટે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આંતરિક રીતે સક્રિય છે.
શ્રી જયેશ રસીકલાલ સંઘાણી કે બેન્કના ડેલીગેટ છે તેઓએશ્રી કલ્પકભાઈની વિરૂધ્ધ પાયાવિહોણી, મનઘડત તેમજ બદઇરાદા પૂર્વકની પોસ્ટો સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા શ્રી મણિઆરે પોતાના બાહોશ તેમજ સિનીયર એડવોકેટશ્રી બી.બી.ગોગીયા મારફત રૂા. પાંચસો કરોડની બદનક્ષિની નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેન્કના એકવીસ ડિરેક્ટરોની આગામી તા.૧૭ ના ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે હરીફ જુથના હાથા બનીને ગુન્હાહિતકળત્યકરેલ છે. તેઓએ સી.આઈ.ડી. ટીવી સિરિયલના પાત્રો સોશ્યલ મિડિયામાં મુકીને શ્રીમણીયાર વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવેલ છે. કલ્પકભાઈ એની તાજેતરની વિડિયો માં કયારેય પણ કોઈ પર વ્યક્તિગત આક્ષેપ નથી કર્યા. પરંતું હરીફ જૂથ મારફત ખોટા વ્યક્તિગત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શું છે આક્ષેપો?
૧. કલ્પકભાઈએ બેનામી લોન લીધી
ર. ક્રિષ્નાઇ હોસ્પિટલની લોન મંજૂર કરવા કલ્પકભાઈ એ લાંચ લીધી
આમ છતાં એક જવાબદાર બોર્ડ મેમ્બર તરીકે તેઓએ સ્પષ્ટતા કરવી જરૂરી છે. સૌ -થમ તો કલ્પકભાઈ એ બેનામી લોન લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે. જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે.
૧. જે લોન ની વાત છે તેની રકમ છે ૨૫ લાખ.
૨. શું કલ્પકભાઈને ૨પ લાખ ની લોન બેનામી લેવી પડે?
૩. જે બેનામી લોનની વાત કરવામાં આવે છે તે નામી વ્યક્તિ છે અને તેનું નામ છે વર્ધમાન કમ્પ્યુટર વાળા જીતુભાઈ મેસવાણીયા.
૪. જિતુભાઈએ કલ્પકભાઈને લોન નથી આપી પરંતુ એક અઠવાડિયા પહેલાં માટે શ્રી કલ્પક ભાઈને જીતુભાઈને હાથ ઉછીના ચેકથી આપેલ નાણાં લોન લઈ પરત આપ્યા છે.
૫. કલ્પકભાઈ તો લોન આપનાર છે લેનાર નથી અને તેથી બેનામી લોન લેવાનો પણ પ્રશ્ન નથી. બીજું, કલ્પકભાઈ સામે બેંકની જે લોનમાં લાંચ લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે.
૧. જે લોનની વાત થઈ રહી છે તે શ્રી નલીનભાઈ વસા ચેરમેન હતા તેમજ શ્રી જીવણલાલપટેલ વાઈસચેરમેન હતાતેમના કાર્યકાળ દરમિયાન ૨૦૧૬માં લોન આપવામાં આવી છે.
૨. સમગ્ર લોન પ્રોસેસમાં, કે લોન કમિટી માં, કે લોન મંજૂરીમાં કલ્પકભાઈનો કોઈ જ રોલ નથી.
૩. આ જે લોન આપવામાં આવી તે વ્યક્તિબોગસ ડોક્ટર છે.
૪. બેંક સાથે થયેલ ફ્રોડ બાબતે બૅન્કે પોલીસ ફરિયાદ કરેલ છે. આજ સુધીમાં બૅન્કે જેઓને વીલફુલ ડીફોલ્ટર કહ્યા છે તે પૈકીના આ લોન ખતેદાર છે એટલે કે રીઢાં ગુનેગાર છે.
૫. જ્યારે આવા ફ્રોડ લોની હોય છે ત્યારે તે કોઈ પણ અનાપ શનાપ કારણ શોધી બેંકના ચેરમેન કે ડીરેક્ટરને કેસમાં ઘસેડવાની કોશીશ કરતાં હોય છે જેથી બૅન્ક દબાણવશ થાય. પોલીસ કેસમાં તથા બેંકને ભરવાની રકમમાં ગેરફાયદો લઈ શકે. આ કિસ્સામાં પણ કલ્પકભાઈને ઘસેડવાની કોશિશ થઈ છે.
૬. પરંતુ માત્ર કલ્પકભાઈએ લોની સામે જૂકવાનું મુનાસિબ ન માની અને પોલીસ કેસનો સામનો કરવાનું વલણ રાખેલ જેમાં તેઓની સામે કશું જ આવ્યું નથી.
હવે વિચારવાનું એ હોય કે અત્યારે જ્યારે બેન્કની કાલબાદેવી અને જુનાગઢ બ્રાન્ચના કૌભાંડો જાહેરમાં આવી ગયા છે ત્યારે તેમાં જે લોકો સંડોવાયેલા હોય તે લોકોજ આવા ખોટા આક્ષેપો કરે અને બેંકને પોલીસ કેસ કરતા રોકતા હોય તે સ્વાભાવિક રીતે માની શકાય.કલ્પકભાઈ સામેના આવા બેહુદા વાયરલ મેસેજમાં આપણાં સૌના વંદનીય અરવિંદભાઇનું નામ ઢસડનાર અને તેને વાયરલ કરવાનો પ્રયત્ન કરનારને ૫૦૦ કરોડની બદનક્ષીની નોટિસ પણ આપી દીધી છે.
શ્રી સંઘાણી મારફત રિઝર્વ બેંકની પેનલ્ટી તેમજ ક્રિષ્ના હોસ્પીટલના ખોટા આક્ષેપોની મુર્ખામીભરી પોસ્ટ સોશ્યલ મિડિયામાં વાયરલ થતા શ્રી કલ્પકભાઈને ‘સંસ્કાર' પેનલના ઉમેદવારો, વિશાળ ચાહક મિત્ર વર્ગ તેમજ નાગરિક પરિવાર સાથે સબંધિત અનેક અગ્રણિઓએ આગ્રહ કરતા આ નોટીસ ફટકારાઈ છે. પ્રવર્તમાન કાયદાઓનો ઊંડો અભ્યાસ કરીને તેમજ નાગરિક બેન્કનાવિશાળ હિતને ધ્યાને રાખીને શ્રી કલ્પકભાઈએ પોતાના સિનીયર અને પ્રખર ધારાશાષાી શ્રી બી.બી.ગોગીયા મારફત રૂા.૫૦૦ કરોડની, બદનક્ષીની નોટીસ આપી દીધેલ છે. હવે નજીકના ભવિષ્યમાં થનારા કાનુની જંગ તરફ સૌની મિટ મંડાઈ છે.
બેન્કની ચુંટણીમાં ‘સંસ્કાર' પેનલના ઉમેદવારોની યાદી આજે એટલે કે તા.૮નાં બપોરે જાહેર કરવામાં આવશે તેમ યાદીના અંતે સંસ્કાર પેનલના મીડીયા ઈન્ચાર્જ શ્રી રસીક નકુમે ઉમેર્યું હતું.
(3:22 PM IST)










