<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મવડી-પુષ્‍કરધામ-કોઠારિયા -જયુબેલી માર્કેટ વિસ્‍તારમાં રર૬ રેકડી-કેબીન જપ્‍ત

વિવિધ રાજમાર્ગો પરની મંજુરી વિનાના ૩ર૭ બોર્ડ - બેનરો ઉતાર્યાઃ મંડપ કમાનનો રૂા.પ.૬૯ લાખનો દંડ

રાજકોટ તા.૮ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. રર ઓકટોબર થી  ૬ નવેમ્‍બર દરમિયાન   રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ ૪૪૪ એવા રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ ૩૯૦  શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા ચેકિગ દરમિયાન મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્‍યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૪૪ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જયારે રૈયાધાર, જ્‍યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્‍ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૨૨૦ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ,જ્‍યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૩૯૦ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડ સોરઠીયાવાડી પાસેથી  રૂ.૫,૬૯,૩૪૫/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૦૩,૫૨૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી ૩૨૭  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:23 PM IST)