<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

કોઠારીયા નાકાની ૩૭ દુકાનો સીલ કરતા ૧૬.પપ લાખની વસુલાત

મનપાની વેરા શાખાઃ બાકીદારો સામે લાલઘુમ : મનપાને રરર દિવસમાં ૩૦૩ કરોડની આવકઃ ૩.૬૬ લાખ કરદાતાઓએ વેરો ભર્યો

રાજકોટ તા. ૮ :.. મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં તા. ૦૧-૦૪-૨૦૨૪થી તા. ૦૮-નવેમ્‍બર  સુધીમાં કુલ ૩,૬૬,૪૨૪ કરદાતાઓ દ્વારા રૂ.૩૦૩.૧૦ કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. હાલમાં તમામ વોર્ડના રિકવરી સેલ દ્વારા વેરા-વસુલાતની સઘન કામગીરી ચાલુ છે.

ટેક્‍સ રિકવરી કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની સુચના અનુસાર અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર  ચેતન નંદાણી અને આસી.કમિશનર  સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ ટેક્‍સના ઇ.ચા.મેનેજર  સિધ્‍ધાર્થ પંડયા અને વોર્ડના ટેક્‍સ ઇન્‍સ્‍પેકટર દ્વારા ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે.

વોર્ડ નં-૭માં ગઇકાલે  દશાશ્રીમાળી વણિક મહાજન ટ્રસ્‍ટ કોઠારીયા નાકામાં આવેલ ૩૭ દુકાનોને સીલ કરવામાં આવેલ. જેની સામે આજ  રૂ.૧૬.૫૫ લાખની વસૂલાત કરેલ છે અને અપ્‍સરા એજન્‍સી સાગણવા ચોકમાં રૂ.૧.૯૦ લાખની વસૂલાત કરવામાં આવેલ છે.

નાગરિકો દ્વારા ઓનલાઇન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અથવા સિવિક સેન્‍ટર અને વોર્ડ ઓફિસ ખાતે ચેક / કેશ મારફત વેરાની ભરપાઈ કરી શકશે.  

(3:23 PM IST)