<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રવિવારે સોરઠીયા દરજી જ્ઞાતિનું સ્‍નેહમીલન, વિદ્યાર્થી સન્‍માન, વાર્ષિકસભા

 

રાજકોટ : શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ તરફથી તા. ૧૦ ને રવિવારે સાંજે પ કલાકે સ્‍નેહમિલન, વિદ્યાર્થી પ્રતિભા સન્‍માન સમારોહ તથા વાર્ષિક સાધારણ સભા શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટની વાડી બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ ખાતે રાખેલ છે. જેમાં ૧૦૮ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે.  આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ સતીષભાઇ ગોહેલ ૯૪ર૭ર ૬૯૮૬૦, ઉપપ્રમુખ રણજીતભાઇ ગોહેલ, મો. ૯૭ર૪૮ ૦૦૧૧૧, ચંદુભાઇ પરમાર, હિતેષભાઇ જેઠવા, ભીખુભાઇ ગોહેલ, નલીનભાઇ હિંગુ, મહેશભાઇ, પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:18 PM IST)