<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૧૪ મી થી ૧પ દિવસ રાજકોટમાં બેસ્‍થળોએ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્‍પ

રાજકોટ : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસને યોગ દ્વારા નાબૂદી કરવા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેના ભાગરૂપે તા. ૧૪ નવેમ્‍બર ડાયાબિટીસ દિવસથી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્‍પ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના શરૂ કરવામાં આવશે. આ કેમ્‍પ તા. ર૮ નવેમ્‍બરના રોજ પૂર્ણ થશે. જેમાં માત્ર ડાયાબિટીસગ્રસ્‍ત દર્દીઓ જ ભાગ લઇ શકશે. તેઓના ડાયાબિટીસનું પરીક્ષણ કરી તે મુજબ નિષ્‍ણાંતો-તબીબોના નિદાન બાદ યોગ, પ્રાકૃતિક ચિકિત્‍સા દ્વારા ડાયાબિટીસથી મુકત કરવાનો પ્રયત્‍ન કરવામાં આવશે.
રાજકોટ શહેરના ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્‍પ બે સ્‍થળો પર શરૂ કરવામાં આવનાર છે. દરેક સ્‍થળ પરથી શિબિરમાં ૧૦૦ દર્દીઓનો જ સમાવેશ કરવામાં આવનાર છે. તેઓએ ૧પ દિવસના રૂપિયા ૧૦૦ ટોકન ફી ભરી પોતાનું નામ આપેલ સ્‍થળ સાથેના મોબાઇલ નંબર પર રજીસ્‍ટર કરવાનું રહેશે.
તા. ૧૪ થી ર૮ નવેમ્‍બર સવારે ૬ થી ૮ (૧) ડાયાબિટીસ કેમ્‍પ ૧, સરદાર પટેલ ભવન, માયાણીનગર, મવડી રોડ, રાજકોટ મો. ૯૪ર૭ર૧૪૬૦ર, (ર) ડાયાબિટીસ કેમ્‍પ ર  પૂજય રણછોડદાસજીબાપુ, કોમ્‍યુનિટી હોલ, ભારત વિકાસ પરિષદ, આનંદનગર મેઇન રોડ, ૯૭૧ર૯૦૮ર૭૧.
આ યોગ શિબિર પહેલા રાજકોટમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શીશપાલજીના અધ્‍યક્ષ સ્‍થાને તા. ૧૧ નવેમ્‍બર સોમવાર સાંજે ૪ થી ૭ યોગી ભાઇઓ અને બહેનો માટે યોગ સ્‍નેહમિલન સંવાદ કાર્યકર્મનું આયોજન.
આયોજનમાં પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ (રૈયા રોડ, સાધુવાસવાણી રોડ) નજીક ખાતે કરવામાં આવ્‍યું છે. નામ નોંધણી માટે ઉપર સંપક કરવા રાજકોટ પ્રેસ મીડિયા પ્રભારી પારૂલ દેસાઇ તેમજ નિતિન કેસરીયાની યાદીમાં જણાવાયુ઼ છે.
ઇસ્‍ટ મનપા કોઓર્ડીનેટર મીતાબેન તેરૈયા, વંદનાબેન રાજાણી સૌ. ઝોન કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, મનપા વેસ્‍ટનઝોન કોઓર્ડીનેટર, હિતેષભાઇ કાચા રાજકોટ જિલ્લા કોઓર્ડીનેટર જોડાયા છે

 

(3:37 PM IST)