News of Friday, 8th November 2024
નાગરિક બેંક ચૂંટણીઃ સંસ્કાર પેનલ પણ મેદાનેઃ ફોર્મ ભર્યા
જો બેંક સત્તાધીશો જુનાગઢ અને મુંબઇની કાલબાદેવી બ્રાન્ચ વિરૂધ્ધ કૌભાંડ મામલે ફરિયાદ કરશે તો અમે તમામ ફોર્મ પરત ખેંચીશું: કલ્પક મણીયાર

રાજકોટઃ નાના માણસોની મોટી બેંક એવી નાગરિક બેંકની ૩ દાયકા બાદ યોજાઇ રહેલ ચૂંટણી રસપ્રદ બની છે. સહકાર પેનલ દ્વારા બે દિ' પહેલા ફોર્મ ભરાયા બાદ આજે સંસ્કાર પેનલે પણ ઉમેદવારી નોંધાવી સભ્યોના કલેકટર ઓફીસ ખાતે કલેકટર પ્રભવ જોષી સમક્ષ નામાંકન રજુ કર્યા હતા. ઉપરોકત તસવીરમાં જયંતભાઇ ધોળકીયા, ડો. ડી. કે. શાહ, પંકજભાઇ કોઠારી, વિજયભાઇ કારીયા તથા ભાગ્યેશ વોરા સહિતના સંસ્કાર પેનલના ઉમેદવારો ચૂંટણી અધિકારીને ફોર્મ રજુ કરતા દર્શાય છે જયારે અન્ય તસવીરમાં સંસ્કાર પેનલના ઉમેદવારો તથા નીચેની અંતિમ તસ્વીરમાં પેનલના પ્રેરણારૂપ કલ્પકભાઇ મણીયાર તથા સભ્યો જોઇ શકાય છે. ફોર્મ ભર્યા બાદ કલ્પકભાઇ મણીયારે કલેકટર કચેરી ખાતે મિડીયાને સંબોધતા જણાવેલ છે કે, અમે બેંકને સમગ્ર કૌભાંડ અંગે માહિતિ આપી છે. જો સત્તાધીશો દ્વારા જુનાગઢ તથા મુંબઇની કાલબાદેવી બ્રાન્ચ વિરૂધ્ધ ફરિયાદ કરાશે તો સંસ્કાર પેનલના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે. (૭.૩૮)
(3:40 PM IST)










