<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જંગલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટીસનો મામલોઃ મકાન વેચાણથી આપવા રહેવાસીઓની માંગ

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર ૧૬ના જંગલેશ્વર વિસ્‍તારમાં આરએમસી દ્વારા તા.૦૧/૧૦/૨૪ ના રોજ ગેરકાયદેસર બાંધકામની ૨૬૦/૧ મુજબની ૯૮૩ થી વધુ નોટિસો પાઠવવામાં આવેલ હતી. તે બાબતે જંગલેશ્વર વિસ્‍તારના નોટિસ ધારકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ હતી. આ પહેલા આરએમસીએ જંગલેશ્વરના નદીકાંઠેના વિસ્‍તારના લોકોને ૨૦૨૨ મા પણ ગેરકાયદેસર બાંધકામની નોટિસ પાઠવેલ હતી. ત્‍યારે પણ નોટીસ ધારકો ગુજરાત હાઇકોર્ટમાં R/WRIT PETITION (PTI) No-47/2022 દાખલ કરેલ અને ત્‍યારે પણ ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને હુકમ કરી ડાયરેક્‍શન આપતા જણાવેલ કે નોટિસ ધારકોને સાંભળીને આરએમસીએ જવાબ આપવાનો થતો હતો પણ કોઈ મહાનગર પાલિકાએ કોઈ જવાબ આપ્‍યો ન હોવાનું યાદીમાં જણાવાયું છે.

ત્‍યારબાદ તા.૦૧/૧૦/૨૦૨૪માં ફરીથી રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નં.- ૧૬ના જંગલેશ્વર વિસ્‍તારમાં ૯૮૩થી વધુ લોકોને ૨૬૦/૧ મુજબની ગેરકાયદેસર બાંધકામની નોટિસ પાઠવવામાં આવેલ હતી અને જંગલેશ્વર વિસ્‍તારના નોટિસ ધારકો પાસે દિવસ સાતમા લેખિત જવાબ આપવા જણાવવામાં આવેલ છે. તેના કારણો જંગલેશ્વર વિસ્‍તારના નોટિસ ધારકોએ પાસે બતાવવાની માગણી કરેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ બીજી વખત વોર્ડ નં.-૧૬ના જંગલેશ્વર વિસ્‍તારમાં નોટિસ પાઠવવામાં આવતા. તમામ નોટિસ ધારકોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી પિટિશન દાખલ કરતા R/WRIT PETITION (PIL) No-65/2024 તા.૧૬/૧૦/૨૦૨૪ નો નામદાર ગુજરાત હાઇકોર્ટે ફરી હુકમ કરતા જણાવેલ કે નોટિસ ધારકોએ દરેકે રાજકોટ મહાનગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામ ના તોડી પાડવા માટે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા હુકમ કરવામાં આવેલ હતો. વોર્ડ નં-૧૬ ના જંગલેશ્વર વિસ્‍તારના નોટિસ ધારકોએ લેખિત જવાબ આપતાં જણાવેલ કે આ તમામ નોટિસધારકો છેલ્લા ૨૦૧૦ પહેલાથી રહે છે. કોઈ નોટીસ ધારકો ૩૦ વર્ષથી રહે છે. કોઇ ચાવિસ વર્ષથી રહે છે. અનેક લોકોના માં-બાપના અવશાન પણ અહીંયા થયેવા છે. રેશનકાર્ડ, આધાર કાર્ડ, મકાન વેરો, લાઈટ બિલ, જન્‍મના દાખલા, સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા બાળકોના સરનામા વગેરે આ વિસ્‍તારના છે અને ખૂબ જ ગરોબ છે. આ રહેણાંક મકાન છીનવાઈ જાય તો તેમની પાસે બીજુ મકાન લઇ શકે તેવી સ્‍થિતિ નથી.રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામનો નોટિસ આપેલ છે પણ ૩૦ થી ૪૦વર્ષમાં નોટિસ ધારકો જંગલેશ્વર વિસ્‍તારમાં રહે છે.હાલ બાંધકામ કઈ રીતે ગેરકાયદેસર છે? આજની તારીખમાં મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામનું પંચનામુ કરેલું નથી. પણ આપખુદી રીતે અમારા વિસ્‍તાર અને આસપાસના વિસ્‍તારને કલમ -૨૬૦/૧ મુજબ જ નોટીસો આપી દીધેલ છે. જે કાયદાના દૂર ઉપયોગ સમાન હોવાનું યાદીમાં જણાવાયું છે.

 વધુમાં જણાવાયું છે કે, આ જમીન અને મકાનનો નોટિસ ધારકો વર્ષોથી વસવાટ કરીએ છીએ અને ગુજરાત સરકારના મહત્‍વના નોટિફિકેશન પ્રમાણે સરકાર આ જગ્‍યા અમોને વેચાણ આપી શકે તો અમો ખરીદ કરવા તૈયાર છીએ જેથી સર્વે કરાવી સદર મિલકતની જમીન અમોને વેચાણથી આપવા  માંગ કરેલ હોવાનું જણાવાયું છે.

તા. ૦૧/૧૦/૨૦૨૪ની નોટિસો કારણ વગરની કાયદાના દૂરઉપયોગ સમાન હોય અને નોટિસ ધારકોને ગરીબોને વધુ ગરીબ અને ઘર વિહોણા કરવાના ભાગરૂપે તેમજ ખોટા ખર્ચામાં ઉતારવાના ભાગરૂપે આપેલ નોટિસો પરત ખેંચવા અને ઘરની સામે ઘર આપવા કે જમીનો ખરીદ કરવા માંગ ઉઠાવવામાં આવેલ છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટ હુકમ કરેલ કે રાજકોટ મહાનગરપાલિકાએ દરેક નોટીસ ધારકોને તા.૦૮/૧૧/૨૪થી એટલે કે ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો હુકમ કરેલ છે.

આ તકે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આફતાબભાઈ અન્‍સારી, મુસ્‍લિમ આગેવાન ઈબ્રાહીમભાઇ સોરા, ઈરફાનભાઇ કુરેશી, સૈયદ મુન્ના બાપુ, જીશાનભાઈ કુરેશી, હનીફભાઈ જેસાણી લાલાભાઇ માડકીયા, ઈમ્‍તિયાઝભાઈ જેસાણી, અફસલભાઈ મહેતર, ઈરફાનભાઈ ડાકોરા ગ્રુપ, મકસુદભાઈ ચાવડા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 PM IST)