<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજકોટના આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટને શ્રી જલારામ બાપાના નામ સાથે જોડો

વડાપ્રધાનને પત્ર લખી સુચન કરતા પ્રવિણ કાનાબાર

રાજકોટ તા. ૮ : હાલ પૂ. શ્રી જલારામબાપાની ૨૨૫ મી જન્‍મ જયંતિની ઉજવણી થઇ રહી છે. ત્‍યારે રાજકોટની જલારામ જન્‍મોત્‍સવ સમિતિના પ્રવિણ કાનાબારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવી રાજકોટમાં નવા બનેલ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટને ‘જલારામ એરપોર્ટ' નામ આપવા સુચન કરેલ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે પૂ. બાપાની સવા બસોમી જન્‍મ જયંતિ ઉજવાઇ રહી છે. ત્‍યારે તેમનું નામ એરપોર્ટ સાથે જોડવામાં આવે તો લેખે ગણાશે. પૂ. જલારામ બાપા દેશ અને દુનિયાભરમાં રામ ભક્‍તિ અને રામ રોટીની જાણીતા છે. વિરપુરની ભુમિ પર અવતરીને તેઓએ રાજકોટ જિલ્લાને પાવન કર્યો છે. જેથી રાજકોટના એરપોર્ટને તેમનું નામ આપવામાં આવે તો સુવર્ણ સંભારણું ગણાશે. તેમ અંતમાં પ્રવિણ કાનાબારે જણાવ્‍યુ છે. (૧૬.૩)

વિરપુર ગામ મને વ્‍હાલુ લાગે

વ્‍હાલુ લાગે રે મને વ્‍હાલુ લાગે

વિરપુર ગામ મને વ્‍હાલુ લાગે....................ટેક

જાવું જોવા મારે જલારામ ધામને

વખાણુ દુનિયામાં વિરપુર ગામને

ભુખ્‍યા નીરે બાપો ભુખ ભાંગે...................વિરપુર

દુખ્‍યાનો દેવ ઇતો દુખડા રે ટાળે

જલારામને આખી દુનિયા રે જાણે

જયોતુમા આજ એની ઝલક જાગે.................વિરપુર

લુવાણામાં જલો ઉછરીયો લાડથી

કરીને ભકતી બાપો ઉગરીયો કાળથી

ભોળો ભગત ઇતો ભગતી માગે....................વિરપુર

ધન્‍ય વિરપુર આતો ધન્‍ય છે ધામને

ધન્‍ય ભોજા ભગત ગુરૂ આ નામને

કહે રાતડીયો ઇતો ભાવટ ભાંગે.....................વિરપુર

                                 ભીખુભાઇ રાતડીયા

(3:52 PM IST)