<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

બજરંગ ગ્રુપ દ્વારા મેડીકલ સાધન સેવાનો પ્રારંભ

રાજકોટ તા. ૮ : બજરંગ ગ્રુપની સેવામાં એક પીંછુ વધુ ઉમેરાયુ છે. જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્‍ક ધોરણે મેડીકલ સાધનો ઉપયોગ માટે આપવાની સેવા શરૂ કરાઇ છે.

માતુશ્રી સરોજબેન છોટાલાલ સોમૈયાના સ્‍મરણાર્થે પ્રવિણભાઇ છોટાલાલ સોમૈયાના સૌજન્‍યથી શરૂ કરાયેલ આ સેવામાં બિમારીના સમયે સર્જીકલ અને ઓર્થોપેડીક મેડીકલ સાધનો વિનામુલ્‍યે વાપરવા માટે આપવામાં આવે છે.

વ્‍હીલચેર, સકશન મશીન, એરબેડ, ટોઇલેટ ચેર, વોકર, વોકીંગ સ્‍ટીક, નેબ્‍યુલાઇઝર, ઓકસીજન સીલીન્‍ડર વગેરે સાધનો બજરંગ ગ્રુપના કાર્યાલય ગરેડીયા કુવારોડ, પંચમુખી હનુમાનજી ડેરીની બાજુમાં ઉપલબ્‍ધ છે. જે કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર દર્દીઓને સાજા ન થાય ત્‍યાં સુધી વાપરવા માટે અપાય છે.

આ સેવાનો લાભ લેવા ઇચ્‍છુકો બજરંગ ગ્રુપના ઉપરોકત કાર્યાલયે સવારે ૧૧ થી ૧ અને સાંજે ૪ થી ૬ દરમિયાન સંપર્ક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે બગરંગ ગ્રુપ દ્વારા પ્રકૃતિપ્રેમીઓને દર રવિવારે ચકલીના માળા, ફીડર, ચણ, પાણીના કુંડા વગેરે વિનામુલ્‍યે વિતરણ કરાય છે. દર રવિવારે સાંજે લોહાણા સમાજ માટે વિનામુલ્‍યે વેવિશાળ કેન્‍દ્ર ચલાવવામાં આવે છે. આ સેવાઓમાં હવે મેડીકલ સાધન સેવાનો ઉમેરો કરાયો છે.મેડીકલ સેવા કેન્‍દ્રનો પ્રારંભ કરાયો તે પ્રસંગે બજરંગ ગ્રુપના કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા, જતીનભાઇ, સુનિલભાઇ મજીઠીયા, બટુકભાઇ રાચ્‍છ, મનુભાઇ મકવાણા, વિનુભાઇ બુધ્‍ધદેવ, ચંદ્રેશ ગણાત્રા, હર્ષાબેન કકકડ, મીનાબેન છાગાણી, પરેશભાઇ સેજપાલ, વાહીદ મારફાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે દાતા પ્રવિણભાઇ સોમૈયાનો આભાર વ્‍યકત કરાયો હતો.

(3:53 PM IST)