News of Friday, 8th November 2024
ધ વન વર્લ્ડ રેસીડેન્સી...જલીયાણ નગરીમાં પલટાઇ
અન્નકૂટ દર્શન, મહા આરતીઃ રાજભા જાડેજા, કાર્તિકભાઇ પાબારીની નિશ્રામાં એ,બી,સી વિંગનાં તમામ રહેવાસીઓ કાર્યરત

રાજકોટ તા. ૮: ધર્મના ભેદભાવ વગર જયા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ માફક તમામ તહેવારો ખૂબ ભાઈચારાંથી ખૂબ અનોખી રીતે ઉજવાય છે તેવા રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ કે જેને મરીન લાયન્સની ઉપમા મળી છે તેવા ધ વન વર્લ્ડ રેસીડેન્સી નાં તમામ રહેવાસીઓ દ્વારા જલારામ જયંતિની ભારે ભક્તિભાવપૂર્ણ ઉજવણી સાથે અનેરા આયોજનથી જલિયાંણ નગરીમા પલટાયું છે, અહીં રહેતા તમામનાં ભરપૂર સહયોગથી અન્નકૂટ દર્શન , મહા આરતી જેવા કાર્યક્રમ સાથે મહાપ્રસાદ જેવા કાર્યક્રમ રહેવાસીઓ માટે યોજાયા છે.
સમગ્ર આયોજનમાં રાજભા જાડેજા અને કાર્તિકભાઈ પાબારીની રાહબરી હેઠળ તમામ વિંગના સભ્યો પરિવાર માફક ખભે ખભા મિલાવી પોતાના ઘેર પ્રસંગ હોય તે માટે ઘણા દિવસથી કાર્યરત બન્યા છે,
આ સમગ્ર ઉજવણી માટે સુરેશભાઈ ગડેચા, મનુભાઈ આભાણી, પ્રદીપભાઈ સંઘવી, જયેશભાઈ ઉનડકટ, ભાવેશભાઈ ઠક્કર, વિપુલભાઈ દાવડા, સંદીપભાઈ રાઠોડ, મદાંસિહ સિસોદિયા , રાજુભાઈ ખીમાણી, રાજુભાઈ અમલાણી, ચિરાગભાઈ દેસાઈ, કલ્પેશભાઈ કપુરિયા, ઉપેન્દ્રભાઈ કાથરાંણી, અતુલભાઈ સવજીયાણી, ભુપતભાઈ પોપટ,, સુરેશભાઈ પરમાર, મુકેશભાઈ વિઠલાણી અને ભરત ભાઈ નંદાણી, દર્શનભાઇ મહેતા, ચીમનભાઈ પટોડીયા, હિતેશભાઈ ઠોસાણી,અતુલભાઈ. પારેખ અને નવીનભાઈ પવાની સહિત ધી વન વર્લ્ડ પરિવારના એ, બી, સી, વિંગનાં તમામ પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતીની તૈયારીઓને આખરી ઓપ આપવા કાર્યરત છે.
(3:54 PM IST)










