<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

શોભાયાત્રામાં વિજેતા ફલોટસ

રાજકોટ : જલારામ જયંતિ નિમિતે યોજાયેલ શોભાયાત્રામાં પસંદગી પામેલ ફલોટસ જાહેર કરાતા (૧) પ્રથમ ક્રમાંકે શ્રી રઘુવંશી  યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ નો ફલોટ (હ. શ્રી પરેશભાઇ તન્ના ટીમ) જેમાં ગંગાજી-જમનાજી તથા શ્રી જલારામ વીરબાઇ માતા લાઇવ પાત્રોમાં દિકરીઓએ અનેરૂ આકર્ષણ જમાવેલ, સાથે કુવામાંથી પાણી સીંચતી દિકરીઓ કુવો-ગરેડી-ત્રાંબાની ગાગર, વીરબાઇમા રોટલો ઘડતા લાઇવ વગેરે (ર) દ્વિતીય ક્રમાંકે પૂ. શ્રી જલારામ બાપાના આકર્ષણ શ્રંૃગાર સાથેનો વિશિષ્‍ટ ફલોટ વીન્‍ટેઝ કાર સાથે તથા જલારામ બાપાના લાઇવ પાત્ર સાથેનો ફલોટ હ. શ્રી રમેશભાઇ ગણાત્રા પરિવાર -વસંત સાઉન્‍ડ સર્વિસ, (૩) તૃતીય ક્રમાંકે શ્રી ડેરા બેન્‍ડ વિસ્‍તાર રઘુવંશી યુવા ગ્રુપ હ. શ્રી રાજુભાઇ ચોટાઇ પરિવાર ગ્રુપનો ફલોટ જેમાં જલારામ બાપાના દિવ્‍ય દર્શન અન્નકુટ દર્શન સાથે શ્રંૃગારનો ફલોટ, (૪) પ્રોત્‍સાહન ઇનામો (૧) શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં  ફલોટ હ. શ્રી જયેશભાઇ ઉપાધ્‍યાયની ટીમ (ર) વોર્ડ નં. ૧૮ નો ફલોટ, જલારામ બાપાના લાઇવ પાત્રો  હ. સોનલબેન સોમૈયા જાહેર થયેલ. નિર્ણાયક તરીકે જશુમતીબેન વસાણી તથા અમીત કોટકે સેવા આપેલ હતી.

 

(3:40 PM IST)