તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Saturday, 9th November 2024
સહકાર પેનલે કલ્પક મણીયાર, મિહિર મણીયાર, નૈમિષ કેસરીયા, હિમાંશુ ચિનોઈ સામે વાંધા લીધા
આ લોકો રાજ બેંકમાં પણ સભ્યો છે : રવિભાઈ ગોગીયા ધારદાર દલીલો કરી રહ્યા છે : સંસ્કાર પેનલ તરફથી પોતાના ઉમેદવારો અને ટેકો દરખાસ્ત આપનારને ફોર્મ અને ટેકો દરખાસ્ત પરત ખેંચવાની ધમકી મળી રહી હોવાની ફરિયાદ

રાજકોટ : રાજકોટ નાગરીક સહકારી બેન્કના ડેલીગેટોની ચૂંટણીમાં સંસ્કાર પેનલના ઉમેદવારશ્રી કલ્પકભાઈ અરવિંદભાઈ મણિઆર, મિહીરભાઈ મણિઆર, નૈમિષભાઈ કેસરીયા અને હિમાંશુભાઈ ચિનોઈ સામે સહકાર પેનલે વાંધાઓ લઇને જણાવેલ કે, તેઓ ધિ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. એટલે કે રાજ બેંકમાં પણ સભ્યો છે જે બંધારણ અને કાયદા કાનુનની વિરૂધ્ધ છે તે અંગેના લિધેલ વાંધાઓની સુનવણી અત્યારે બપોરે ૨:૧૫ કલાકે શરૂ થઈ છે. તેમાં સંસ્કાર પેનલ વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટશ્રી રવીભાઈ ગોગીયા ધારદાર દલીલો કરી રહ્યા છે જયારે સામે પક્ષે પણ એડવોકેટ વળતી દલીલો કરી રહ્યા છે.
તેમજ સંસ્કાર પેનલના લલીતભાઈ વડેરીયા અને દિપકભાઈ અગ્રાવત અને અન્ય એક ઉમેદવાર સામે સહકાર પેનલે કેતનભાઈ નરોતમભાઈ ઠકકર, માનસીભાઈ ચાવડા અને કુસુમબેન કોઠારીને રજુ કરીને દરખાસ્ત ટેકો પાછો ખેંચવા માટે કલેકટરશ્રીને અરજી કરેલ છે તે અંગેની સુનવણી પણ ચાલુ છે.
અત્રે જાણવા મળ્યા અનુસાર સંસ્કાર પેનલ તરફથી પોતાના ઉમેદવારો અને ટેકો દરખાસ્ત આપનારને ફોર્મ અને ટેકો દરખાસ્ત પરત ખેંચવાની ધમકી મળી રહી હોવાની ફરિયાદ ગત રાત્રે ચૂંટણી કમીશ્નર, પોલીસ કમીશ્નર, સીએમઓ અને પીએમઓ માં કરેલ હતી.
(3:00 PM IST)










