News of Saturday, 9th November 2024
નાગરીક સહકારી બેન્કની ચૂંટણીઃ વાંધાઓ અંગે જોરદાર દલીલો પૂરી થઈ : કલેકટરશ્રી ગમે ત્યારે ચુકાદો આપે તેવી સંભાવના

રાજકોટ નાગરીક સહકારી બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલે સંસ્કાર પેનલના ઉમેદવારો સામે લીધેલા વાંધાઓ સાંભળવા માટે અત્યારે બપોરે ૩ વાગ્યે પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. આજે સાંજે ૫ સુધીમાં આ બાબતે નિવેડો આવે તેવી સંભાવના છે.
આ અંગે ચૂંટણી અધિકારી રાજકોટના કલેકટરશ્રી ગમે તે ઘડીએ ઓર્ડર કરશે તેમ મનાય છે. આ લખાય છે ત્યારે સંસ્કાર પેનલના એડવોકેટ રવિભાઈ ગોગીયા અને સહકાર પેનલના અમદાવાદથી આવેલા એડવોકેટની ધારદાર દલીલો પૂર્ણ થઈ છે.
(3:33 PM IST)










