POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Sunday, 10th November 2024
રોહિદાસપરામાં મકાનમાં ચાલતુ ગેરકાયદે કતલખાનુ ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ: છ પાડા એક પાડી બાંધેલી હાલતમાં હતાં

રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા રોહિદાસપરામાં સ્થિત મકાનમાં ગેરકાયદે કતલખાનુ ચાલતું હોવાની મશીતી મળતા બી ડીવીઝન પીઆઇ એસ.એસ. રાણેની રાહબરીમાં ટીમે દરોડો પાડી કતલખાનું ચલાવનાર શખ્સ સામે ગુનો દખલ કરી કાર્યવાહી કરી હતી.
પોલીસે મકાનમાં ત્રાટકી તપાસ કરતાં અંદર છ પાડા અને એક પાડી બાંધેલી હાલતમાં મળ્યા હતાં. પોલીસે સિકંદર જીવાભાઈ સોરાણી (ઉ.વ.૩૪, રહે રોહીદાસ પરા મેઈન રોડ) સામે કાર્યવાહી કરી હતી. રોહિદાસ પરામાં મકાનમાં ગેરકાયદે કતલખાનુ ચાલતુ હોવાની માહિતીના આધારે બી.ડીવીઝન પોલીસે તપાસ કરતા ત્યાંથી છ પાડા અને એક પાડી બાંધેલી હાલતમાં તેમજ વજનકાંટો અને છરો મળી આવ્યો હતો. પોલીસે ત્યાં હાજર આરોપી સિકંદર પાસે પોલીસે કતલખાનું ચલાવવા અંગેના કાગળો માંગતા નહી હોવાનું કહેતા તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:01 AM IST)










