<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કામનાથ સોસાયટીમાં રહેતાં કારખાનેદાર શૈલેષભાઇ સોરઠીયાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૧૧: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ એક આવા બનાવમાં કારખાનેદાર યુવાને જીવ ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ હરિ ધવા રોડ પર આવેલી કામનાથ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ ધીરજલાલ સોરઠીયા (ઉ.વ.૪૪) નામના યુવાન ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ જીવ બચ્‍યો નહોતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં ભક્‍તિનગર પોલીસ મથકના હેડોકન્‍સ. તોરલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં અને હાર્ડવેરની ચીજવસ્‍તુનું કારખાનુ ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(12:07 PM IST)