<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

માલ-મેવા નથી જોઈતા : બેહાલની સેવા કરવી છે : વિબોધ દોશી

કલ્‍પક મણિયાર સહિતના ઉમેદવારોના ફોર્મ રદ્દ થયાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાશેઃ ડયુઅલ મેમ્‍બરશીપનો નિયમ લાગુ ન પડી શકે : ‘સંસ્‍કાર' પરિવારનું અભિયાન માત્ર ચૂંટણી પૂરતુ નથી, પરંતુ બેંકને કૌભાંડ મુકત બનાવવાનું છે : વિબોધ દોશી

રાજકોટ : શ્રી કલ્‍પક મણિયાર સહિતના ૩ ઉમેદવારી ન્‍યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમા ઘા નાંખશે. સંસ્‍કાર પેનલના શ્રી કલ્‍પક મણિઆર, મીહીર મણિઆર અને હિમાંશુ ચિનોઈના ઉમેદવારી પત્રો અન્‍ય સહકારી બેંક મા મેમ્‍બરશિપ હોવાને કારણે રદ કરવામાં આવ્‍યા છે. ‘સંસ્‍કાર' પરિવારના કો- ઓર્ડિનેટર શ્રી વિબોધ દોષીએ જાહેર કર્યું છે કે હાઈ કોર્ટના સીનીયર એડવોકેટ ના કાનૂની માર્ગદર્શન મુજબ અમોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાયદાકીય ન્‍યાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. અમો અમારા તજજ્ઞ એડવોકેટો મારફત હાઈકોર્ટમા પીટીશન દાખલ કરવા માટે આગળ વધી રહયાં છીએ. નાગરિક બેંક કૌભોડ મુક્‍ત બને તે માટેના અનેક મોરચા માહેથી ચૂંટણીમા ભાગ લેવાની પણ અમારી જવાબદારી છે જે અમો બજાવી રહેલ છીએ. અમારે માલ-મેવા નથી જોઈતા પરંતુ બેહાલની સેવા કરવાનું જોઈએ છે. બેન્‍કને ખોટા કે મોટા સંચાલકોની નહી પરંતુ સાચા લોકોની જરૂર છે.

રાજકોટ નાગરિક બેંકના હાલના ઇલેક્‍શનમાં અમારું મક્કમ વલણ છે કે નૈતિક સંસ્‍કારોના સિદ્ધાંત પર ચાલે તેવા ઉમેદવારોની જરૂર છે. ૪૧ ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહે છે તેમાંથી અમારી સંસ્‍કાર પેનલના ૧૧ ઉમેદવારોના ફોર્મ માન્‍ય રહ્યા છે અને ૪ ઉમેદવારોના ફોર્મ ડબલ મેમ્‍બરશિપના કારણસર રદ કરવામા આવ્‍યા છે. સંસ્‍કાર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવશે.

સંસ્‍કાર પેનલના ઉમેદવારોને ફક્‍ત તેમની બીજી બેંકોમાં મેમ્‍બરશિપ ધરાવતા હોવાનું કારણ બતાવીને રદ કરાયા છે.

હરીફ પેનલ દ્વારા ધાકધમકીથી અમારાં ફોર્મ રદ કરાવવા નિષ્‍ફળ પ્રયાસ કરાયો હતો. આના કારણે તે સ્‍પષ્ટ થાય છે કે આ ઇલેક્‍શન હરીફ જુથની પછાત માનસિકતા અને સત્તાની નીતિ છે.

સંસ્‍કાર પેનલ - ‘વિના સંસ્‍કાર નહીં સહકાર' સ્‍લોગનને ચરિતાર્થ કરે છે. સંસ્‍કાર પેનલના ચાર લોકોના ફોર્મ રદ થવાનું મુખ્‍ય કારણ ડબલ મેમ્‍બરશિપ દર્શાવી છે.

સંસ્‍કાર પેનલના ૨ ઉમેદવાર જયંતભાઈ ધોળકિયા અને કાળુમામાના ફોર્મ રદ્દ કરાવવાની મહેનત-પ્રયાસો નિષ્‍ફળ ગયેલ છે.

ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે અમારા માટે તેવી કોઈ મોટી ઘટના નથી. અમો અમારા અંતિમ લક્ષ્યથી વિચલિત થયા વગર બેંકને બચાવવા માટે સંકલ્‍પ બધ્‍ધ છીએ. અગાઉના દાયકાઓમાં જે રીતે બેન્‍કિંગ રુલ્‍સ એન્‍ડ રેગ્‍યુલેશન અચૂક પાલન, રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાની તમામ સુચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્‍કની તમામ નિતી રીતીનો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયોમાં હર હંમેશ બેન્‍કના હિતની સર્વોપરીતા, નાના અને મધ્‍યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે અમારા મૂળભૂત ઉદેશો તેમજ લક્ષ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઇકોર્ટમાં બેંકના કૌભાંડો વિરૂદ્ધ કાનૂની જંગ રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સહિત તમામ સરકારી એજન્‍સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્‍ય વાતની રજૂઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેંકમાં નવા ચૂંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સ સમક્ષ ભારપૂર્વકની રજૂઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેશું તેમ સંસ્‍કાર પરિવારના કો-ઓર્ડીનેટર શ્રી વિબોધ દોશી (મો. ૯૪૨૮૨ ૦૬૦૬૦) અને મીડીયા ઈન્‍ચાર્જ શ્રી રસીક નકુમે (મો.૯૭૩૭૦ ૦૭૪૭૪) જણાવ્‍યુ છે.

(1:48 PM IST)