<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શ્રી સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્‍થાન - રાજકોટની નવી ટીમ જાહેરઃ પ્રમુખપદે અલ્‍પેશ જોષી ઉપપ્રમુખ કૌશલ વડીયા

આગામી સમયમાં ૧૦૮ રાંદલ માતાજીના લોટા રકતદાન કેમ્‍પ યોજાશે

રાજકોટઃ શ્રી સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્‍થાન રાજકોટની હાલ નવી ટીમ સર્વાનુમતે ચૂંટાઇ આવી છે. જેમાં પ્રમુખ તરીકે સ્‍વસ્‍તિક સ્‍કુલના  ડાયરેકટર શ્રી અલ્‍પેશભાઇ જોષી (મો. ૯૪૨૬૨ ૫૪૯૩૯)  શ્રી કોૈશલભાઇ વરીયા (ઉપ પ્રમુખ મો. ૮૦૦૦૦ ૬૬૦૮૮) શ્રી નિખિલભાઇ કનૈયા  (મંત્રી મે. ૮૮૪૯૭ ૦૩૦૭૬) શ્રી યોગેન્‍દ્રભાઇ લહેરૂ (ખજાનચી) શ્રી વિરાજભાઇ ચગ(સહયોગી) તથા શ્રી દિલીપભાઇ પાંધી શ્રી મનીષભાઇ રત્‍નેશ્વર શ્રી નીતીનભાઇ સાતા શ્રી જતીનભાઇ લહેરૂ શ્રી જીતેન્‍દ્રભાઇ દુલ્લાની કારોબારી સદસ્‍ય તરીકે નિમણુંક થયેલ હતી.

આગામી સમયમાં સારસ્‍વત સમાજ રાજકોટ દ્વારા ૧૦૮ રાંદલ માતાજી ના લોટા તથા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન થવા જઇ રહ્યું  હોવાનું સંસ્‍થાના હોદેદારોએ જણાવ્‍યું હતું.

 તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે લોહાણા સમાજ ના કૂળ ગોર તેવા શ્રી જગદિશભાઇ શાષાી તેમજ શ્રી સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્‍થાન - રાજકોટની નવયુકત ટીમ નજરે પડે છે.

 

 

(3:16 PM IST)