<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

મનપાની સફાઇ સીસ્‍ટમમાં ધળમૂળથી થશે ફેરફારઃ દરખાસ્‍ત

૧૦ વર્ષ માટે રૂા.૧ હજાર કરોડનો ખર્ચઃ ગાર્બેજ કલેકશન કામગીરીમાં હવે કોર્પોરેટ સિસ્‍ટમની યોજના : હવેથી ૪ પ્રકારના કચરા અલગ અલગ ટીપરવાનમાં રખાશેઃ શહેરમાંથી ન્‍યુ.સન્‍સ પોઇન્‍ટ મુકત થવાના તંત્રનો દાવો : ફરિયાદો માટે અલગ સેલઃ સુરત, વડોદરા, અમદાવાદ બાદ રાજકોટ મનપા દ્વારા કેન્‍દ્ર તથા રાજય સરકારના સોલીડવેસ્‍ટ ર૦૧૬નો નિયમો એકટ લાગુ કરવા કવાયત

 રાજકોટ તા. ૧૧ :  મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ ૫૩ દરખાસ્‍ત પૈકી  સિસ્‍ટમમાં જડમૂળથી ફેરફાર કરવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. જેના લીધે રાજકોટ શહેર કાયમીના માટે સ્‍વસ્‍થ અને રળિયામણું બનશે.આ મુદ્દે સ્‍ટેન્‍ડિીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે વધુ વિગતો આપતા જણાવેલ કે, બરોડા, અમદાવાદ, સુરતમાં આ કોર્પોરેટ સિસ્‍ટમ હાલમાં ચાલુ છે. જેમાં ખાસ કરીને કચરાના સેગ્રીએશન મુદ્દાને અગ્રતા આપવામાં આવી છે. એજન્‍સી દ્વારા આખા રાજકોટનો સર્વે કરી ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની સાથો સાથ ભીનો-સુકો તેમજ અન્‍ય કચરો અલગથી ઉઘરાવવામાં આવશે. તેમજ ત્રણ જગ્‍યાએ તેનું વર્ગીકરણ પણ કરાશે. ૧૦ વર્ષ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવશે. જેનો ખર્ચ હાલના ખર્ચ કરતા ડબલ એટલે કે, વાર્ષિક ૧૧૦ કરોડ રૂપિયા થશે. હાલ કચરો એકટો કરવા માટે વર્ષે ૫૨ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ડબલ ખર્ચ કરવા છતાં મહાનગરવપાલિકાને હિડન ખર્ચમાં ઘટાડો થતાં મોટો લાભ થસે તેવી જ રીતે ગળહણીઓએ પણ હવે કચરો નાખવા માટે ટિપરવાન સુધી જવું નહીં પડે.

સ્‍ટેન્‍ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, નવી કોર્પોરેટ ગાર્બેજ કલેક્‍શન સિસ્‍ટમના કારણે તમામ જવાબદારી એજન્‍સી ઉપર આવી જશે. વોર્ડવાઈઝ એજન્‍સી દ્વારા સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવશે તેમજ પર્યાવરણ વિભાગને અનુરુપ અનુભવી કર્મચારીઓ દ્વારા દરેક વોર્ડમાંથી કચરાનું કલેક્‍શન થાય તેનું સુપરવિઝન પણ કરવામાં આવશે. તેવી જ રીતે હાલમાં દોડતી ૩૨૫ ટિપરવાનના સ્‍થાને ૫૭૩ ટીપરવાન દોડાવવામાં આવશે. છ વર્ષ બાદ ટીપરવાન બદલવાની જવાબદારી અને તેની ખરીદી સહિતની જવાબદારી એજન્‍સીની રહેશે. તેવી જ રીતે સ્‍લમ વિસ્‍તારોમાં જે શેરીઓમાં ટીપરવાન ન જઈ શકતી હોય તેવા સ્‍થળોએથી વીલબરો મારફતે કચરો એકઠો કરવામાં આવશે. જ્‍યારે ન્‍યુસન્‍સ પર એકઠા થતાં કચરાને દરરોજ બે વખત ઉપાડવામાં આવશે. અને જરૂર પડ્‍યે ત્રીજી વખત પણ કચરો ઉપાડાશે. મહાનગરપાલિકા દ્વારા હાલ ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવી રહ્યો છે. તેનો ખર્ચ વર્ષે ૫૨ લાખ થવા જાય છે. છતાં કચરાનું સેગ્રીએશન થઈ સખતુ નથી. આથી એજન્‍સી દ્વારા કલેક્‍શન પોઈન્‍ટના સમયગાળા નક્કી કરી કચરો ડોર ટુ ડોર ઉપાડવામાં આવશે. જેનોખર્ચ વાર્ષિક ૧૧૦ કરોડ રૂપિયા થવા જાય છે. જેમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવાની શરતે ટેન્‍ડર મંજુર કરવામાં આવ્‍યું છે. ટીપરવાનમાં અલગ અલગ કચરા માટે ચાર બોક્‍સ મુકવામાં આવશે. જ્‍યારે ટીપરવાનમાં હવે કોથળા બાંધેલા જોવા નહીં મળે. એજન્‍સી દ્વારા પ્રથમ ત્રણ માસ જીઓ ટેગીંગ પધ્‍ધતિ મુજબ ઘરે ઘરનો સર્વે કરી રોજ એકઠો થતો ૭૫૦ ટન કચરો પૈકી ૪૦્રુ કચરાનું વેસ્‍ટમાંથી બેસ્‍ટ બનાવી અલગ કરવામાં આવશે.

 ડોર ટુ ડોર ગારબેજ કલેક્‍શનની નવી પધ્‍ધતિના કારણે મહાનગરપાલિકાને શહેરના ડેપોમાંથી નાકરાવાડી કચરો નાખવા જવાની પળોજણમાંથી છુટકારો મળશે. એજન્‍સી દ્વારા વાહન દીઠ એક કુશળ ડ્રાઇવર અને એક લેબર તથા વોર્ડ દીઠ ૪ સુપરવાઇઝર, ઝોન દીઠ કુલ-૧ મેનેજર તથા દરેક ઝોનમાં એક આઇ.ટી. એક્ષપર્ટ એન્‍જીનીયર તથા એક ખઈંજ ઓફિસર રાખવાનો રહેશે. અલગ કરાયેલ કચરો (ભીનો, સૂકો, સેનિટરી, જોખમી), ઓટોમેટેડ મટીરીયલ રિકવરી ફેસિલિટી પ્‍લાન્‍ટનો ઉપયોગ કરીને શોટશ્નગ કરવામાં આવશે. જે કામે જરૂૂરી મેનપાવર એજન્‍સીએ રાખવાનો રહેશે. જાહેર જનતાને અલગ-અલગ (સુકો અને ભીનો) કચરો આપવા શિક્ષિત કરવા માટે સુપરવાઇઝર દ્વારા સમજણ આપવામાં આવશે. બલ્‍ક કચરો ઉત્‍પાદકો માટે એજન્‍સી દ્વારા અલગ વાહનોથી કામગીરી કરવાની રહેશે. મીની ટીપરોનું ઝ્‍ઙજ આધારીત ટ્રેકિંગ સીસ્‍ટમથી કામગીરી કરવામાં આવનાર છે. સોફ્‌ટવેર આધારિત રૂૂટ પ્‍લાનિંગ અને ઙઘઈં/ઝઙખ નો સર્વે સાંકડી શેરીઓ માટે હેન્‍ડકાર્ટ્‍સ/ટ્રાયસિકલ દ્વારા વ્‍યાપક કવરેજની વ્‍યવસ્‍થા એજન્‍સી દ્વારા કરવાની રહેશે. વાણિજ્‍યિક વિસ્‍તારો માટે અલગ વાહનોની વ્‍યવસ્‍થા એજન્‍સી દ્વારા કરવાની રહેશે. દર ૬ વર્ષે એજન્‍સી દ્વારા પોતાની માલિકાના નવા મીની ટીપરો ખરીદવામાં આવશે. વોર્ડ દીઠ - ૪ સેનિટરી ઇન્‍સ્‍પેક્‍ટર સુપરવાઇઝર તરીકે, લાયક મેનેજમેન્‍ટ કર્મચારીઓ રસ્‍તાની બાજુના ડસ્‍ટબીનમાંથી કલેક્‍શનની કામગીરી નિયમિત ધોરણે મીની ટીપર વાહન મારફતે કરવામાં આવશે. મીની ટીપર વાહન તથા એજન્‍સીના મેનપાવર દ્વારા દિવસમાં બે વાર ન્‍યુસન્‍સ પોઈન્‍ટ્‍સ પરથી કચરો એકત્ર કરવો તથા જરૂૂર જણાયે ત્રીજી વખત પણ કચરો ઉપાડવાનો રહેશે.

 તેવીજ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે સોફ્‌ટવેર આધારિત રૂૂટ પ્‍લાનિંગ અને ઙઘઈં/ઝઙખ નો સર્વે કરી, સંપુર્ણ ઓટોમાઇઝેશન સીસ્‍ટમ આધારીત કામગીરી થશે. કોન્‍ટ્રાક્‍ટરે પોતાના ખર્ચે વર્કશોપ અને ર્પાકિંગ વ્‍યવસ્‍થા કરવાની રહેશે. દરેક ઙઘઈં મહત્તમ ૬૦ મિનિટમાં આવરી લેવાના રહેશે. વર્ક ઓર્ડર આપ્‍યાની તારીખથી ૩ મહિનામાં એજન્‍સી દ્વારા ટેન્‍ડરમાં દર્શાવ્‍યા મુજબના સ્‍પેશીફિકેશન મુજબના નવા વાહનો ખરીદી કરી, કાર્યરત કરવાના રહેશે. ૩ મહિનામાં રૂૂટ સર્વે, સોફ્‌ટવેર ડેવલપમેન્‍ટ કરવાનો રહેશે. તથા તેનું રા.મ.ન.પા.ની ઈ.ડી.પી. શાખાના સર્વર સાથે ક્રેકટ કરવાનું રહેશે. સૂકા અને ભીના માટે કમ્‍પાર્ટમેન્‍ટ તથા સેનિટરી અને જોખમી કચરા માટે અલગ ડબ્‍બાની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. ઝ્‍ઙજના રીપોર્ટ આધારિત એજન્‍સીને બીલની ચુકવણી કરવામાં આવશે. હેન્‍ડકાર્ટ્‍સ અને મેનપાવરનો ખર્ચ એજન્‍સી દ્વારા ભોગવવાનો રહેશે. જેનું અલગથી કોઇપણ ઙ્કકારનું પેમેન્‍ટ આપવામાં આવશે નહી. નવી કામગીરી ચાલુ કરતાં પેલા, રા.મ.ન.પા.ના વાહનોની સર્વિસ, રીપેરીંગ તથા પેઇન્‍ટીંગની કામગીરી કરાવવાની રહેશે. તથા રા.મ.ન.પા.ના જુના વાહનોના ૬ વર્ષ પુર્ણ થતા નવા વાહનોની ખરીદી એજન્‍સી દ્વારા કરવામાં આવશે. એજન્‍સીના ૩.૩ કયુબીક મીટર ક્ષમતાના ૨૯૨ અને ૫.૦ કયુબીક મીટર ક્ષમતાના ૬૮ વાહનની ખરીદી કરવાની રહેશે. જેનો અંદાજીત કુલ ખર્ચ રૂૂા.૪૦ કરોડ થવા પામે છે. જે એજન્‍સીએ ભોગવવાના રહેશે.

(3:49 PM IST)