<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

સગીરાનું અપહરણ અને પોકસોના ગુનામાં સાત માસથી ફરાર યાસ્‍મીન પકડાઇ

ડીસીપી-ઝોન-૧ ના નાસ્‍તા ફરતા સ્‍કવોડના પીએસઆઇ બી. સી. વાઘેલા તથા ટીમની કામગીરીઃ સગીરાનું અપહરણ કરનારા શખ્‍સને મહિલાએ આશરો આપ્‍યો'તો

રાજકોટ તા. ૧૧: જંગલેશ્વર વિસ્‍તારની સગીરાનું અપહરણ અને પોકસોના ગુનામાં સાત મહિનાથી ફરાર મહિલાને ડીસીપી ઝોન- ૧ ના નાસ્‍તા ફરતા સ્‍કવોડે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા તથા જોઇન્‍ટ પોલીસ કમિશ્નર મહેન્‍દ્ર વાગડીયા તથા ઝોન - ૧ ના ડીસીપી સજ્જનસિંહ પરમારે સૂચના આપતા નાસતા ફરતા સ્‍કવોર્ડના પી.એસ.આઇ. બી.સી. વાઘેલા સ્‍ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા ત્‍યારે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનામા સાત માસથી ફરાર યાસ્‍મીન જંગલેશ્‍વર વિસ્‍તારમાં હોવાની માહિતી મળતા આરોપીને આશરો આપનાર યાસ્‍મીન આસીફખાન પઠાણ (ઉ.વ. ૩૦) (રહે. રાધાકૃષ્‍ણનગર શેરી નં. ૧ર, જંગલેશ્‍વર) ને પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપવામાં આવી હતી. આ કામગીરી પી.એસ.આઇ. બી.સી. વાઘેલા તથા નાસ્‍તા ફરતા સ્‍કવોડના એ.એસ.આઇ. પીયુષભાઇ ત્રિવેદી, જયપાલસિંહ ઝાલા, કોન્‍સ અમીતભાઇ તરૈયા, યુવરાજસિંહ જાદવ, નરેશભાઇ ચાવડા, ભકિતનગર કોન્‍સ રજનીબેન બોખાણી દ્રારા કરવામાં આવી હતી. (૩.૧૪)

(4:33 PM IST)