News of Monday, 11th November 2024
હોકર્સ ઝોનના ભાડામાં ૩ ગણો વધારો સુચવાયોઃ કાલે ફેંસલો
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ વિવિધ વિકાસકામોની ૫૩ દરખાસ્ત : હોકર્સઝોનમાં માસીક વહિવટીચાર્જ રૂા.૫૦૦ના બદલે રૂા.૧૫૦૦, રજીસ્ટ્રેશન ફી રૂા.૧ હજારના રૂ.૨૫૦૦ કરવા દરખાસ્તઃ માસીક સફાઇ ચાર્જ રૂા.૫૦૦૦ ઉમેરાયાઃ લાયન સફારી પાર્કમાં નાઇટ શેલ્ટર તથા ચેકડેમ બનાવવા પ્રધ્યુમન પાર્ક ઝુમાં રસ્તા પહોળા કરવા, વોર્ડ નં. ૩માં વોર્ડ ઓફીસ, લાયબ્રેરી બનાવવા સહિતના વિકાસકામોનો નિર્ણય થશે

રાજકોટ,તા.૧૧: મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આવતીકાલે તાર. ૧૨ ના બપોરે ૧૧:૦૦ કલાકે મળી રહી છે. જેમાં પ્રદ્યુમન પાર્ક ઝુ પાસે બનનારા મીની સાસણ જેવા સફારી લાયન પાર્ક માટેના વધુ ૨૪ કરોડના ખર્ચે વિવિધ સુવિધા બનાવવા તથા શહેરના હોકર્સ ઝોનમાં ભાડા તથા રજીસ્ટ્રેશન ફી તેમ નવા સફાઈ ચાર્જ ઉમેરવા સહિતનો પ્રસ્તાવ આવ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય તરફ મીટ રહેલી છે.
આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં તો સ્ટ્રીટ વેલ્ડર્સ નિયમો ૨૦૧૬ ની જોગવાઈ મુજબ ટાઉન વેન્ડિગ કમિટીની રચના કરવા બાબત, વોર્ડ નંબર ત્રણમાં મનહરપુર વિસ્તારમાં લાઇબ્રેરી બનાવવા તથા વોર્ડ નંબર ત્રણમાં નવી વોર્ડ ઓફીસ બનાવવા સહિતની ૫૩ દરખાસ્ત અંગે નિર્ણય થશે.
ધ સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેકશન ઓફ લાઇવલી હુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેનડીંગ- એકટ-ર૦૧૪, અંતગૃત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં હોકર્સ ઝોન શરૂ કરવામાં આવેલ છે.
હાલમાં હોકર્સ ઝોનમાં ધંધો કરતાં ધંધાર્થીઓ પાસેથી હોકર્સ ઝોનમાં રજીસ્ટ્રેશન ફ્રી પેટે રૂા. ૧૦૦૦ અને માસીક વહીવટી ચાર્જ રૂા. પ૦૦ વસુલવામાં આવે છે. આ દરો તથા નિયમો ૧૦ વર્ષ જેટલા લાંબા સમય પહેલા નિયત થયેલ છે., ઉપરાંત હોકર્સ ઝોનમાં હાલ સફાઇ યોગ્ય રીતે થતી ન હોઇ, હવે પછી મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારી નિયુકત કરી સફાઇની કામગીરી કરાવવા આયોજન કરેલ છે. જે હોકર્સ ઝોનમાં નવા દરો હોમર્સ રજીસ્ટ્ેરશન ફ્રી રૂા. રપ૦૦, માસીક વહીવટી ચાર્જ (ભાડા પટે) રૂા. ૧પ૦૦ તથા માસીક સફાઇ ચાર્જ રૂા. પ૦૦ વસુલવામાં આવ્યો છે.
પ્રધ્યુમન પાર્ક ખાતે સફાઇ પાર્કની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હી દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય જે અન્વયે લાયન સફારી પાર્કમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હી દ્વારા મંજુર થયેલ ડીઝાઇન મુજબ માસ્ટર પ્લાનમાં દર્શાવ્યા મુજબ નાઇટ શેલ્ટર તથા ચેક ડેમ બનાવવાના થાય છે. જેથી લાયન સફારી પાર્કની અંદર નાઇટ શેલ્ટર તથા ચેક ડેમ બનાવવા કામે જીએસટી સહિત રુા. ૧,પ૪ કરોડ ખર્ચ આ કામે ૮૧૬.૦૦ ચોરસ મીટરના નાઇટ શેલ્ટર તથા ચાર ચેક ડેમ બનાવવા આ ઉપરાંત પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે જુદી જુદી જગ્યા પર મુલાકાતી રોડ ૨૫.૮૩ લાખના ખર્ચે પહોળા કરવા, વોર્ડ નંબર ૧૩ માં રેલનગર વિસ્તારની અલગ અલગ કુલ ૧૪ આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં ૯.૩૩ લાખના ખર્ચે રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા તથા પેવિંગ બ્લોક નાખવા વોર્ડ નંબર ત્રણમાં મંગલપુર વિસ્તારમાં ૪.૪૨ લાખના ખર્ચે લાઈબ્રેરી બનાવવા, પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે રાંદરડા તળાવના દબાણમાં આવતી કમ્પાઉન્ડ દીવાલ ૯૪.૬૮ લાખના ખર્ચે આર.સી.સી કરવા, વોર્ડ નંબર ત્રણમાં બેડીનાકા ખાતે ૨૯.૭૮ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવા તથા વોર્ડ નંબર ૨ માં તારો કિસ પાસે પાકો વંડો બનાવવા વોર્ડ નંબર ૧૮ માં લાલબહાદુર મેઇન રોડ વિસ્તારમાં ડામર કરવા સહિતની ૫૩ દરખાસ્તનો સમાવેશ થાય છે.
(4:37 PM IST)










