<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વેકેશનમાં શૈક્ષણિક કાર્યો શરૂ કરનાર ખાનગી સ્‍કૂલોને કોંગ્રેસે બંધ કરાવી

શક્‍તિ સ્‍કૂલ,તપસ્‍વી,એસઓએસ સ્‍કુલ,ઉત્‍કર્ષ સહિતની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્‍યુ

રાજકોટ,તા.૧૨ : વેકેશન દરમિયાન આજે ખાનગી શાળા ચાલુ રહેતા કોંગ્રેસે બંધ કરાવી હતી.

ઉલ્લેખનીય છે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ગઈકાલે રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીને વેકેશનમાં શૈક્ષણિક કાર્યો શરૂ રાખનાર સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને અલ્‍ટીમેટમ આપ્‍યુ હતુ.આજે સવારથી જ કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધીઓ શાળાઓ પર હલ્લાબોલ કરવા પહોચ્‍યા હતા જેમા યુનિવર્સિટી રોડની શક્‍તિ સ્‍કૂલે પહોચ્‍યા ત્‍યારે સંચાલકો સાથે શાબ્‍દીક ઘર્ષણ થયા બાદ વિદ્યાર્થીઓને છોડી દીધા હતા. 

  તપસ્‍વી સ્‍કૂલમાં કોંગ્રેસની ટીમ પહોચતા ત્‍યા પણ સંચાલક સાથે ટેલિફોનિક રકઝક થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ધો.૯-૧૦ અને ૧૧-૧૨ ના બાળકોને છોડી મૂકયા હતા.કાલાવડ રોડ પર આવેલી એસઓએસ સ્‍કૂલમા પણ શૈક્ષણિક કાર્ય શરૂ હોવાથી ત્‍યાં પણ બાળકોને છોડવામા આવ્‍યા હતા.  ઉત્‍કર્ષ, મોદી, ક્રિષ્‍ના સ્‍કૂલમાં પણ શૈક્ષિણિક કાર્ય બંધ કરાવવામા આવ્‍યુ હતુ.

 આજે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા હલ્લાબોલ કાર્યક્રમમાં કોંગ્રેસના રોહિતસિંહ રાજપુત,જીત સોની,હર્ષ આશર, યશ ભીંડોરા, અમિત ચૌધરી, આકાશ રાજગોર, સુનિલ સોરઠિયા, યશ ઊનડકટ જોડાયા હતા.

(2:37 PM IST)