<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

આજે દેવ દિવાળી : સાંજે ઠેર ઠેર તુલસી વિવાહ

શેરડીના સાંઠા અને આસોપાલવના તોરણવાળા મંડપમાં દેવ વિવાહ : ઠાકોરજીની જાન જોડી તુલસીજી સાથે લગ્ન અવસરનો લ્‍હાવો લેતા ભાવિકો : એક દિવસીય ફટાકડાની આતશબાજી જામશે

 

બજારોમાં શેરડીનું ધૂમ વેંચાણ : રાજકોટની બજારોમાં આજે જયાં જુઓ ત્‍યાં શેરડીનું વેંચાણ થતુ જોવા મળી રહ્યુ છે. ઢગલા મોઢે શેરડી વેંચાણમાં મુકાઇ હતી. દેવદિવાળીના દિવસે તુલસી કયારે શેરડી પધરાવવાની પરંપરા જાળવવા લોકો હોંશે હોંશે શેરડીની ખરીદી કરી રહ્યા છે. તસ્‍વીરમાં મીઠી મધ શેરડીનું વેંચાણ થતુ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: આજે દેવ વિવાહના પ્રસંગ સાથે લગ્નના મુહુતો ખુલશે. આજે કારતક એકાદશીની દેવ દિવાળી તરીકે સર્વત્ર ઉજવણી કરાઇ રહી છે. દેવ દિવાળી એટલે દેવોના વિવાહનો અવસર ગણવામાં આવે છે.

ત્‍યારે આજે ઠાકોરજી અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકો દ્વારા અનેરો ઉત્‍સાહ છવાયો છે. શાલીગ્રા સ્‍વરૂપ વિષ્‍ણુજી અને છોડ સ્‍વરૂપ તુલસીજીના લગ્ન પ્રસંગને ઉકેલવા કોઇ ભાવિકો જાનૈયા બન્‍યા અને કોઇ ભાવિકો માંડવિયા બન્‍યા છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્રભરમાં પણ આજે દેવ દિવાળી નિમિતે તુલસી વિવાહના આયોજનો થયા હતા.

આજે દેવ દિવાળી હોય ફટાકડાની બજારોમાં ફરી એક દિવસીય રોનક આવી હતી. આજે ફરી આકાશમાં આતશબાજી જોવા મળશે.

દેવદિવાળી નિમિતે તુલસી કયારે શેરડી ધરાવવાની પરંપરા હજુએ જળવાતી હોય આજે શેરડીની બજારમાં નવી રોનક જોવા મળી રહી છે. સીઝનની શરૂઆત આજના શુકન સાચવીને થતી હોય તેમ બજારોમાં ઠેરઠેર શેરડીના ગંજ ખડાકાયેલા જોવા મળી રહ્યા છે. આપણે ત્‍યાં તુલસી કયારે શેરડી ધરાવી દીવો પ્રગટાવવાની પરંપરા હજુએ જળવાતી આવી છે.

મંદિરોમાં પણ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવેલ. તેમજ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પણ ધાર્મિક મંડળો અને ભકત સમુદાયો દ્વારા તુલસી વિવાહના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

જીવનનગર

જીવનનગર વિકાસ સમિતિ, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્‍સંગ મંડળના સંયુકત ઉપક્રમે આજે મંગળવારે મહાદેવધામ જીવનનગર ખાતે સાંજે ૪ વાગ્‍યે ઠાકોરજીના લગ્નનું આયોજન કરાયુ છે. મંદિરના પટાંગણમાં મંડપારોપણ કરી સાંજીના ગીતો ગવાશે. ઠાકોરજીનું સામૈયું યજમાનના ઘરેથી નિકળી જીવનનગર શેરી નં. ૪, રૈયા રોડ ખાતે મહાદેવધામ ખાતે પહોંચશે. જયાં તુલસી સ્‍વરૂપ વૃંદાજી સાથે વિવાહનો પ્રસંગ ઉજવાશે. ધર્મપ્રેમીજનોએ પધારવા વ્‍યવસ્‍થાપક સુનિતાબેન વ્‍યાસે અનુરોધ કર્યો છે.

રાધેશ્‍યામ ગૌશાળા

ગાંધીગ્રામ, રામામપીર ચોક, રૈયાધાર પાણીના ટાંકા પાસે આવેલ શ્રી રાધેશ્‍યામ ગૌશાળા ખાતે કાલે બુધવારે તા. ૧૩ ના સાંજે ૭ વાગ્‍યે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. જાન વાંકાનેરની બાજુના સમઢીયાળાથી આવશે. સાંજે ૭ વાગ્‍યે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે. ભાવિકજનોએ લાભ લેવા રાધેશ્‍યામ ગૌશાળાની યાદીમાં જણાવાયુ છે.

ગીતા જ્ઞાન મંદિર

ગીતા જ્ઞાન મંદિરે આજે તુલસી વિવાહનું આયોજન થયુ છે. ધર્મેન્‍દ્રભાઇ વશરામભાઇ ચૌહાણ તથા માલતીબેન ધર્મેન્‍દ્રભાઇ ચૌહાણના યજમાનપદે શ્રી કૃષ્‍ણચંદ્ર ભગવાનનું ખાંડુ શ્રી ગીતાજ્ઞાન મંદિર ભક્‍તિનગર સર્કલ પાસેથી બપોરે ૪.૩૦ વાગ્‍યે વાજતે ગાજતે  જશે. ત્‍યાં વિધિ પતાવી સાંજે ૬ વાગ્‍યે ગીતા જ્ઞાન મંદિરે પધારશે અને બાકીની વિધિ પૂર્ણ કરાશે. સર્વે ભકતજનોએ પધારવા ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ કરાયો છે. (૧૬.૩)

 

શેલ્‍બી હોસ્‍પિટલ્‍સે સ્‍પોર્ટ્‍સ મેડિસિન માટે

એક્‍સક્‍લુઝીવ ડિપાર્ટમેન્‍ટ શરૂ કર્યો

એથ્‍લેટ્‍સને મળશે ખાસ ટ્રિટમેન્‍ટ

અમદાવાદ : ભારતની અગ્રણી મલ્‍ટી-સ્‍પેશિયાલિટી હેલ્‍થકેર પ્રોવાઈડર શેલ્‍બી હોસ્‍પિટલ્‍સે એક એક્‍સક્‍લુઝીવ સ્‍પોર્ટ્‍સ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્‍લેટિક પર્ફોર્મન્‍સને ઉચ્‍ચતમ સ્‍તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે. અત્‍યાધુનિક સુવિધાઓ સાથે રમતવીરો અને તમામ ઉંમરના દર્દીઓને અત્‍યંત કુશળ ઓર્થોપેડિક સર્જનો, સ્‍પોર્ટ્‍સ મેડિસિન ના નિષ્‍ણાતો, ફિઝિયોથેરાપિસ્‍ટ્‍સ, સ્‍પાઇન સર્જન્‍સ, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્‍સકો અને અન્‍ય જુદા જુદા પ્રોફેશનલ્‍સની ટીમ અહીં વિશ્વ-સ્‍તરની હેલ્‍થ કેર સર્વિસ પૂરી પાડી રહી હોવાનું યાદીમાં જણાવાયું  છે.

લેટેસ્‍ટ મેડિકલ ટેક્રોલોજીથી સજ્જ, શેલ્‍બીનો સ્‍પોર્ટ્‍સ મેડિસિન વિભાગ ઈજાના એકયુરેટ ડાયગ્નોસિસથી લઇને અદ્યતન સારવાર એવા વિકલ્‍પો ધરાવે છે જે પર્સનલાઇઝ્‍ડ રીહેબિલિટેશન અને ઇન્‍જરી પ્રિવેશન્‍સ ગાઇડેન્‍સ સુધીની સુવિધાઓનો પણ સમાવેશ કરે છે. આ   વિભાગનો અભિગમ દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ ઇન્‍ટિગ્રેટેડ કેર પૂરી પાડવાનો છે પછી ભલે ને તેઓ નાની ઈજાની સારવાર લઇ રહ્યા હોય કે પછી અથવા અકસ્‍માત પછીની સઘન સારવાર લઈ રહ્યાં હોય. આ વિભાગની સેવાઓમાં ર્નસિંગ કેર અને હોમ કેરનો પણ સમાવેશ થાય છે તેમ શેલ્‍બી હોસ્‍પિટલ્‍સના સ્‍પોર્ટ્‍સ મેડિસિન સ્‍પેશિયાલિસ્‍ટ ડો. તૌફિક પંજવાનીએ  યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(2:55 PM IST)