News of Wednesday, 13th November 2024
તા. ૧૯મીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. ૩ અને પ ની પરીક્ષાનો પ્રારંભ
૧ર૭ કેન્દ્રો પર ૪૭ર૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ તા. ૧૩ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. દિવાળી વેકેશન ખુલતા જ પરીક્ષાનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૭ થી વિવિધ વિદ્યાશાખાની સેમ.-૩ અને સેમ. પ ની પરીક્ષાનો પ્રારંભ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ થી પરીક્ષાનો પ્રારંભ થશે. જેના બી.એ.સે.-પ, રેગ્યુલરમાં ૧૧૯૭પ, બી.એ.સેમ.-પ, એકસર્ટનલમાં રર૭પ, એમ. એ. રેગ્યુલર ૬૭૦, એમ. એ. એકસર્ટનલનમૉ ૧૬૯ર, બી.બી.એ. સેમ. પ-, ર૪૪પ, બી.કોમ. સેમ.-પ માં ૧ર૦૮૦, બીસીએ સેમ.-પ, પ૦૭પ, વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ નવે. થી શરૂ થનાર પરીક્ષામાં બીએ., બીબીએ, બીસીએ સહિત ૯ વિદ્યાશાખાના ૩૭ કોર્ષની પરીક્ષા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૧ર૭ કેન્દ્રો ઉપર ૪૭ર૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી તેમજ ચેકીંગ સ્કવોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
(12:11 PM IST)










