તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 13th November 2024
હાઈકોર્ટમાં કાલે શું થશે? કલ્પક મણિયાર પેનલના ૪ ઉમેદવારો માન્ય રહેશે? સહકાર પેનલના ૧૦ અમાન્ય રહેશે કે કેમ? :
૮૦થી વધુ ડેલીગેટો ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે તેઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે? વિબોધ દોશી

રાજકોટ : ‘સંસ્કાર' પેનલના કો-ઓડિનેટર શ્રી વિબોધ દોશીએ જણાવ્યું છે કે આવતીકાલે તા.૧૪ને ગુરૂવારે હાઇકોર્ટના જસ્ટીસ નામદાર દેવેન્દ્ર દેસાઇ સાહેલની અદાલતનો ચુકાદો નાગરિક બેન્કની ચૂંટણીમાં અતિમહત્વનો ‘ટર્નિગ પોઇન્ટ' સાબિત થશે તેવી પૂરી સંભાવના છે.
બેવડા સભ્યપદ એટલે કે ડયુઅલ મેમ્બરશિપને આધાર બનાવીને ‘સંસ્કાર' પેનલના શ્રી કલ્પક મણિઆર સહિતના ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આની સામે શ્રી મણીયાર સહીતના ઓએ હાઇકોર્ટમાં હરીફ જૂથની સહકાર પેનલના ૧૦ થી વધુ ઉમેદવારો ડપુઅલ મેમ્બરશિપ ધરાવે છે. તેના પૂરાવાઓ રજૂ કરી દીધા છે. તદ્દ ઉપરાંત એ પણ રજૂઆત કરવામાં આવેલ છે કે ૩૧૨ ડેલીગેટો એટલે કે મતદારો માહેથી ૮૦ થી વધુ ડેલિગેટ કે જેમાં અમારાં તેમજ સામેના મળીને ૧૪ થી વધુ ડિરેકટર પદના ઉમેદવારો નો સમાવેશ થઈ જાય છે.
શ્રી વિબોધ દોરીએ જણાવેલ છે કે ભારતિય બંધારણ તેમજ પ્રવર્તમાન કાયદાઓ અન્વયે ‘સમાનતા' નો સિદ્ધાંત એ અનિવાર્ય પણે લાગુ પડતો હોય છે. આથી હાઇર્કોટમાં શ્રી કલ્પકભાઈ મણિઆર સહિતના સંસ્કાર પેનલનાં ૪ ઉમેદવારો માન્ય રહેશે. નહિં તો સહકાર પેનલના ૧૦ ઉમેદવારો અમાન્ય એટલે કે ગેરલાયક ઠરશે એવુ સ્વાભાવિક લાગી રહ્યુ છે. એ પણ રસપ્રદ બનશે કે ઉમેદવાર બનવા માટે હકદાર એવા ૮૦ થી વધુ ડેલિગેટ કે જેઓ ડયૂઅલ મેમ્બરશિપ ધરાવે છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે કે કેમ? તે નિર્ણય રાજકોટ નાગરિક સહકારી બેન્કની આગામી તા.૧૭ના યોજાયેલી ચૂંટણીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. શ્રી વિબોધ દોશીએ તટસ્થા પૂર્વક તેમજ પોતે એડવોકેટ હોવાના નાતે આ પ્રકારની છણાવટ કરેલ હોવાનું જણાવ્યુ છે.
સંસ્કાર પેનલનાં કો-ઓડિનેટર શ્રી દોશીએ એમ પણ જણાવેલ છે કે નાગરિક બેન્કના લાખો લોકોના કરોડો રૂપિયાની સલામતી-સુરક્ષા માટે બેંક કૌભાંડ મુક્ત બને તે મુખ્ય અને અંતિમ લક્ષ્ય સંસ્કાર પરિવારનું છે. હાલમાં શ્રી કલ્પકભાઈના નેતળત્વમાં અમારાં ૧૧ ઉમેદવારો તમામ મતદારોનો વ્યક્તિગત રીતે રૂબરૂ મળીને સંપર્ક કરી રહેલ છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી પણ રહેલ છે. ગુપ્ત મતદાન થવાનું હોવાથી બહુમતી માટે જરૂરી એટલા ૧૧ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઇને આવશે તેવો અમોને અડગ વિશ્વાસ છે. મતદારો ખૂબ સારી રીતે દૂધ અને પાણી વચ્ચેનો ભેદ જાણે છે અને છેલ્લા ૧ વર્ષથી ખાનગીમાં અનુભવી પણ રહેલ છે. લગભગ તમામ મતદારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારી અને કુશળ સ્વયંસેવકો છે, જેથી સંસ્કાર પેનલને સ્વયંભૂ પ્રચંડ પ્રતિસાદ ખાનગીમાં મળી રહેલ છે, જાહેરમાં વિરોધી જૂથનાં પ્રચારને મંદ હાસ્ય સાથે જાકારો પણ મળી રહેલ છે તેમ વિબોધ દોશી કહે છે.
આ માત્ર બેંકની પ્રતિષ્ઠા માટેની ચૂંટણી નથી પણ પરંતુ રાષ્ટીય સ્વયં સેવક સંઘ અને ભારતિય જનતા પાર્ટીની વિચારધારા પ્રત્યેના વિશ્વાસ અને પ્રતિષ્ઠાની પણ ચૂંટણી બની ગયેલ છે તેમ સંસ્કાર પેનલ પરિવારના કો-ઓર્ડીનેટર શ્રી વિબોધ દોશી તથા મીડિયા ઈન્ચાર્જ શ્રી રસીક નકુમ જણાવે છે.
(2:59 PM IST)










