<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

મોકાજી સર્કલ પાસે એપાર્ટમેન્‍ટમાં બનાવઃ પહેલા માળેથી પટકાતાં વૃધ્‍ધાનું મોત

૬૦ વર્ષના અનસુયાબેન ભુવા લોબીમાંથી પડી ગયાઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ નજીક રાજ રેસીડેન્‍સીમ પાસે અલાસ્‍કા એપાર્ટમેન્‍ટ-૧૦૪માં રહેતાં અનસુયાબેન ભાનુભાઇ ભુવા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા સવારે પહેલા માળે લોબીમાંથી પટકાતાં માથા શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર અનસુયાબેનને સંતાનમાં એક પુત્ર છે. લોબીમાં ઉભા હોઇ અકસ્‍માતે ગ્રીલ તૂટી જતાં નીચે પટકાયાનું જણાવાયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, જયદિપસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:00 PM IST)